જામનગર,તા.૧૨
જામનગરના ઓશવાલ સેન્ટર નજીકના વિસ્તારમાં રહેતા ૧૦૯ વર્ષની વયના વયોવૃદ્ધનું અવસાન થતાં તેઓની અંતિમ ઇચ્છા મુજબ પરિવારજનો દ્વારા બેન્ડવાજા સાથે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
જામનગરમાં સેટ રસ્તાથી ઓશવાલ સેન્ટર તરફ જવાના માર્ગે રહેતા અને નિવૃત જીવન જીવતા ૧૦૯ વર્ષની વયના બાગાભાઈ ઇશાભાઈ પરમાર નામના વયોવૃદ્ધનું સવારે દેહાવસાન થયું હતું, મૃતકની ૧૦૦વર્ષની જીવન કારકિર્દી પછી પોતાની અંતિમક્રિયા વાજતે ગાજતે કરવામાં આવે અને પોતાને રાજીખુશીથી વિદાય આપે તેવી પરિવારજનો સમક્ષ અંતિમ ઇચ્છા મૂકી હતી, જે ઇચ્છા અનુસાર મૃતકના પરિવારજનો દ્વારા સવારે બેન્ડવાજા સાથે વાજતે ગાજતે તેઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. સાત રસ્તાથી ઇન્દિરા માર્ગ, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી અને નાગનાથ ગેઇટ સર્કલ થઈ જામનગરના આદર્શ સ્મશાને પહોંચી ત્યાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સ્મશાન યાત્રાના સમગ્ર માર્ગ પર પરિવારજનો દ્વારા બેન્ડ પાર્ટીની મદદથી વાજતે ગાજતે અંતિમ વિદાય માટે લઈ ગયા હતા. અને કેટલાક સ્થળોએ રૂપિયા પણ ઉડાવ્યા હતા અને સદી વટાવી ચૂકેલા વયોવૃદ્ધની તમામ અંતિમ ઇચ્છા પૂર્ણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


