જામનગર,તા.૭
જામનગર શહેરના અંડરબ્રિજ નજીક સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી સત્યમ કોલોનીમાં અજાણ્યા શખ્સોએ ૧૦ લાખની લૂંટ કર્યાનું સામે આવ્યું છે. ગેસ કંપનીના કર્મચારીને નિશાન બનાવી ધોળા દિવસે લાખો રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. બાઇર પર આવેલા ત્રણ શખ્સઓએ બંદુક દેખાડી લૂંટ ચલાવી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. ઘટનાની જાણ થતા જ એસપી શરદ સિંઘલ, એલસીબી અને સિટી સી ડિવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
લૂંટના પગલે શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે. લૂંટનો ભોગ બનનારની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ લૂંટનો સાચો આંકડો બહાર આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


