જામનગર,તા.૨
જામનગર જિલ્લામાં સતત પાંચમા દિવસે કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા બુધવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ સામે ધરણાં કરવામાં આવ્યા હતા.
જા કે છેલ્લા પાંચ દિવસથી વિસ્થપીતો મામલે ભાજપના કોર્પોરેટર દ્વારા મહાનગરપાલિકામાં ધરણા કારવામાં આવી રહ્યા છે. બેડેશ્વર વિસ્તારમાં પાલિકાની અસ્ટેડ શાખાએ શિયાળામાં જ એક સાથે ૧૮ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે સતા પક્ષના કોર્પોરેટર જ ધારણામાં બેસી જતા મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
મહત્વનું છે કે, ભાજપના કોર્પોરેટર દ્વારા છેલ્લા પાંચ દિવસથી ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. છતાં પણ આ કોર્પોરેટરનું કોઈ સાંભળતું નથી જેના કારણે કોર્ટ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં કોર્પોરેટર રચના નંદાણીયા સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મામલે પગલાં લેવાય તેવી શકીયતા છે. જેના કારણે આ રચના નંદાણીયાની ભાજપામાંથી હકાલપટ્ટી થાય તેવી શકીયતા છે. તો બીજી તરફ રચના નંદાણીયા ૧૮ વિસ્થાપિતોને ઘરનું ઘર મળે તે માટે વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને રાજ્યના ગૃહ પ્રધાનને ફેક્સ કરી પોતાના માગ રજૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



