નાલંદા,તા.૨
બિહારના નાલંદાના દીપનગરમાં RJDના સ્થાનિક નેતા ઈંદલ પાસવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે અંગત અદાવતને કારણે ઈંદલ પાસવાનની હત્યા થઈ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ આક્રશિત ભીડે આરોપી વ્યક્તિના મકાનની આગચંપી કરી છે. ભીડનો આક્રોશ અહીં જ અટક્યો નહીં અને આરોપીના ૧૩ વર્ષના પુત્રને બેરહેમીથી માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. બાળકનું ભીડની પકડમાંથી છૂટયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



