જામનગરમાં દબાણ હટાવો કામગીરી : દુકાન માલિકોએ વિરોધ નોંધાવ્યો

0
12

ભાવનગર,તા.૧૨
ભાવનગરમાં દબાણો પર ફરી મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું. દબાણ હટાવ ટીમે શહેરના નવાપરા વિસ્તારમાં કામગીરી કરી હતી. અનેક દુકાન માલિકોએ કરેલા દબાણોને હટાવાયા છે. નાના માણસો સામે જ કામગીરી થાય છે. અને મોટા માથાના દબાણો કેમ હટાવવામાં આવતા નથી તેવો આક્ષેપ કરીને લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. શહેરના ભીડભંજન મહાદેવથી નવાપરા રોડ પરના દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ઓટલાઓ, બેનરો, બોર્ડ, કેબીનો, સહિતના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
દબાણ હટાવની ટીમ દ્વારા અહી અગાઉ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ દબાણો દૂર ન કરતા મનપાની ટીમ મસમોટા પોલીસ કાફલા સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કેટલીક દુકાનો માલિકો દ્વારા મનપાના અધિકારીઓ પાસે કરગરીને થોડો સમય આપો તો અમે બધું હટાવી લઈ તેમ માગણી કરી હતી. પરંતુ મનપાના અધિકારીઓએ તેમની એક વાત સાંભળીના હતી. અને દબાણો પર જે ને તે પરિસ્થિતિ બુલડોઝર ફેરવી દેવતા લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો.
આ વિસ્તારમાં એક ઠંડા પીણાની દુકાનપર મનપા દ્વારા સોડાના મશીન પર બુલડોઝર ફેરવતા ગેસના બાટલાઓમાંથી ગેસ લીકેઝ થતા લોકોમાં ભય જેવો માહોલ ફેલાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY