રાજપીપળામાં ધાબા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓમાં યોગના મહાત્મ્ય અંગે પરિસંવાદ યોજાયો
નર્મદા જિલ્લામાં ૧ ઑગસ્ટ થી શરૂ થયેલા મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણીના સમાપન પ્રસંગે આજે રાજપીપળામાં ધાબા ગ્રાઉન્ડ ખાતે મહિલા શારીરીક સૌષ્ઠવ દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓમાં યોગના મહાત્મ્ય અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા રમત-ગમત અધિકારી મહેશભાઇ ચૌધરી, સિનીયર કોચ દારાસિંગભાઇ વસાવા, યોગ ગુરૂ ગૌરીશંકર દવે, અખિલ હિંદ મહિલા મંડળ દુર્ગા મહિલા મંડળની હોદ્દેદારો તથા નવદુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલ શાળા પરિવાર વગેરેએ પરિસંવાદમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે યોગ ગુરૂ ગૌરીશંકર દવેએ યોગથી થતા ફાયદા અંગે વિસ્તૃત માહિતીઆપી હતી. જયારે કોચ રાજેન્દ્રસિંહ ઠાકોરે આત્મ રક્ષણ અંગેનું નિદર્શન રજુ કર્યું હતું. અખિલ હિંદ મહિલા મંડળની હોદ્દેદાર બહેન અને દુર્ગા મહિલા મંડળની હોદ્દેદાર બહેને મહિલાઓમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અનુરોધ કર્યો હતો. નવ દુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલની બાળાઓએ મહિલા સશકિતકરણના ભાગરૂપે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેના ઉદાહરણ સાથે વકત્વ્ય આપ્યું હતું. આજની આ ઉજવણીમાં નગરની મહિલાઓ, હાઇસ્કૂલની બાળાઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




