એસઆરપી જવાન ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો

0
30

જામનગર,તા.૨૨
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાના છીકારી ગામે દારૂ પી જાહેરમાં છાંકટા બનેલા એસઆરપીના જવાનને મેઘપર પોલીસે આંતરી લઇ કાયદાકીય કાર્યવાહી કરી છે. ચેલા એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતો જવાન કાના છીકારી ગામે રહેતા પોતાના સસરાના ઘરે ગયો હતો અને ગામમાં જ કોઇ સ્થળે ચિક્કાર દારૂ પીધો હોવાની વિગતો જાણવા મળી છે.
જામનગર જિલ્લાની મેઘપર પોલીસે તાજેતરમાં ખંભાળિયા નગરપાલિકાના ભાજપના જ નગરસેવીકાના પુત્રને ચિકકાર દારૂ પીધેલી હાલતમાં બીએમડબલ્યુ કાર સાથે પકડી પાડી કાયદાનો પરચો બચાવ્યો હતો. આ ઘટનાના સપ્તાહ બાદ મેઘપર પોલીસે આજે વહેલી સવારે લાલપુર તાલુકાના કાના છીકારી ગામે દોડી જઇ દારૂ પીધેલી હાલતમાં છાકટા બનેલા જયેન્દ્રસિંહ રણજીતસિંહ પઢીયાર નામના એસઆરપીના જવાનને આંતરી લીધો હતો.
જામનગર નજીકના ચેલા ખાતે આવેલા એસઆરપી ગ્રુપ ૧૭ માં ફરજ બજાવતો જવાબ જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહે છે. કાના છીકારી ગામે સાસરૂ હોવાથી ગયો હોવાનું અને હાલ જવાન સીક લીવ (બીમારીની રજા) પર હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસે આરોપી એસઆરપી જવાન સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી લોકઅપમાં બેસાડી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY