માલપુરના સરપંચની અવિશ્વાસની દરખાસ્ત પછી પેટા ચૂંટણીમાં ૬૦૩ મતથી વિજય

0
9

અરવલ્લી,તા.૨૨
અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુદત પૂર્ણ થયેલ ૨ ગ્રામ પંચાયત અને માલપુર સરપંચ ભારતીબેન ઉપધ્યાય સામે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા યોજાયેલ પેટા ચૂંટણી સહીત ૨૨ વોર્ડના સભ્યો ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું ત્યારથી ચૂંટણીના પરિણામ જાહેર થયું ત્યાંસુધી ભારે ઉત્તેજના ભર્યા દ્રશ્યો જાવા મળ્યા હતા. માલપુર ગ્રામ પંચાયતના ભારતીબેન ઉપધ્યાયને ભલે સરપંચ પદેથી સભ્યોએ દૂર કર્યા હોય પરંતુ માલપુર નગરમાં કરેલા વિકાસના કામો અને પ્રજાજનોની લોકચાહનાને પગલે ૬૦૩ મતથી ભવ્ય વિજય થતા તેમના ટેકેદારો દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો.
મોડાસા તાલુકાના વરથુ અને સુરપુર ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતા યોજાયેલી ચૂંટણીની મતગણતરી મંગળવારે યોજાતા સરપંચ અને સભ્યપદના ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટ્યા હતા. વરથુ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે કોદીબેન રાઠોડનો ૫૨૪ મતથી અને સુરપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વિક્રમસિંહ મકવાણા ૩૮૫ મતથી વિજય બનતા તેમના ટેકેદારો ગેલમાં આવી ગયા હતા. તદઉપરાંત ૨૨ વોર્ડ સભ્યોની ચૂંટણીમાં વિજેતા સભ્યના ટેકેદારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. વરથુ અને સરપંચ પદના વિજેતા ઉમેદરોએ બેન્ડવાજા અને ડીજેના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે સરઘસ કાઢ્યું હતું, જ્યારે હારેલા ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે નિરાશા ફેલાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY