જામનગર,તા.૨૨
રાજ્યની એક માત્ર આયુર્વેદ યુનિવર્સીટીમાં ફરી વખત ચંદનના વૃક્ષની ચોરી થતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જામનગરની ગુજરાત આર્યુવેદ યુનિ.માં ચંદનના વૃક્ષનું છેદન કરી તસ્કરો એક વૃક્ષમાંથી સાતેક ફુટ સફેદ ચંદન ચોરી ગયાની વિગતો સામે આવી છે.
જામનગરમાં આવેલી વિશ્વ પ્રખ્યાત ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં ધન્વતરી મંદિર પાસે ચરક ગાર્ડનમાં ઉગાડવામાં આવેલા સફેદ ચંદનના વૃક્ષની ભૂતકાળમાં પણ ચોરી થયાની ઘટના બનતી રહી છે. અહીં ગાર્ડનમાં જુદી-જુદી ઔષધિના વૃક્ષો સાથે સફેદ ચંદનના પંદર વૃક્ષ પણ જતન કરી ઉગાડવામાં આવ્યા છે. ચરક ગાર્ડનની સુરક્ષા માટે દિવસ રાત ચોકીદારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. છતાં પણ ચંદન ચોરીના બનાવો બનતા જ રહ્યા છે. ગત શનિવારે રાત્રીના કોઈ શખ્સોએ અંદર પ્રવેશી બે સફેદ ચંદનના વૃક્ષો કાપી નાખ્યા હતાં. જેમાંથી એક ચંદનના વૃક્ષમાંથી સાતેક ફુટ ચંદન તેઓ લઈ ગયા હતા. અહીંના ગાર્ડનની સુરક્ષા માટે રાત્રિના પણ ચોકીદાર ફાળવવામાં આવ્યા છે છતાં પણ ચોરીના બનાવો બનતા સિકિયોરિટી વ્યવસ્થા પર શંકાની શોય ટાંકવામાં આવી છે. જા કે આ બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ કરવામાં આવી કેમ નથી એ આશ્ચર્ય જન્માવતી બાબત ગણી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




