જામનગર,તા.૩૧
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ કમિશનર રણજીતસિંહ બારડ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર બારડ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જાષીને આપવામાં આવેલ બજેટમાં ૧૫૬.૮૬ કરોડની પુરાંત સાથે કુલ ૬૨૫.૪૦ કરોડનું બજેટ રજૂ કરાયું છે. સાથે-સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિનું અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવ્યું હતું
મહાનગરપાલિકાની સ્ટેનડીંગ કમિટીની બેઠક ચેરમેન સુભાષ જાષીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં એક માત્ર એજન્ડા કમિશનર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરવા અંગે હોય કમિશનર બારડ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર હસમુખભાઇ જેઠવા, ડો.મેયર કરશનભાઇ કરમુર, ડે.કમિશનર મુકેશ કુંભારાણા, ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ સહિત સ્ટેન્ડીંગ કમિટીના સદસ્યો અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. કમિશનર દ્વારા રજૂ કરાયેલા ૨૦૧૯-૨૦ના બજેટમાં ઉઘડતી સિલ્ક ૭૮૨.૨૬ કરોડ અને બંધ પુરાંત ૧૫૬.૮૬ કરોડ થતાં કુલ બજેટ ૬૨૫.૪૦ કરોડનું મુકવામાં આવ્યું હતું. જેમાં કમિશનર પ્રોપર્ટી ટેક્સ ૩૦ કરોડ, વોટર ટેક્સ ૨ કરોડ, ભૂગર્ભ ગટર કનેક્શન ચાર્જીસમાં ૦.૧૫ કરોડ, સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં ૪.૫૦ કરોડ અને વ્હીકલ ટેક્સમાં ૧ કરોડના વધારા સાથે કુલ ૩૭.૬૫ કરોડના કરવેરા પ્રવધારવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ કરવેરાઓ થકી રેવન્યુ આવકમાં ૬૭.૨૮ કરોડ વધીને ૮૩.૬ કરોડ થવાની શકીયતા છે. જ્યારે સ્વભંડોળની આવકમાં પણ ૩૨.૯૩ કરોડમાંથી ૩૩.૯૫ કરોડ થવાનો અંદાજ કરવામાં આવ્યો છે. કમિશનર દ્વારા રજૂ કરાયેલા ભંડોળમાં શહેરીજનોને અનેક દીવા સ્વપ્નાઓ બતાવવામાં આવ્યા છે.
જેમાં આગામી વર્ષમાં એમ્બ્યુલન્સની ખરીદી, પ્રધાનમંત્રી ગૃહ યોજના અંતર્ગત રૂ.૩૧ કરોડના ખર્ચે નવા આવાસો બનાવવાના, રૂ.૧.૯૦ કરોડના ખર્ચે નાઇટ સેલ્ટર બનાવવાનું આયોજન, રૂ.૨૦ કરોડના ખર્ચે ટાગોર કલ્ચરર કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન તેમજ રૂ.૨ કરોડના ખર્ચે સિટી ડિસ્પેન્સરી ઉભી કરાશે. શહેરની સ્વચ્છતા માટે ખાસ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ રૂ.૧૬ કરોડના ખર્ચે શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના વિકાસ માટે રૂ.૪૬.૯૭ કરોડના ખર્ચે સિવર કલેક્શન પાઇપલાઇનના કામો, રૂ.૪.૨૫ કરોડના ખર્ચે ઓગ્મેન્ટેશનના ઇલેકટ્રીક કામો અને ખાસ વિશેષ પેકેજ હેઠળ ઢીંચડા વિસ્તારમાં રૂ.૧૦.૫૭ કરોડના ખર્ચે પાઇપલાઇનના કામો હાથ ધરાનાર છે.
કમિશનર બારડ દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં લોકોની સુખાકારી માટે રૂ.૨ કરોડના ખર્ચે સિટી ડિસ્પેન્સરી બનાવવાના આયોજન સાથે શહેરના અલગ-અલગ ત્રણ સ્થળો પર રૂ.૧૫ કરોડના ખર્ચે સ્વિમીંગ પુલ બનાવવાનું આયોજન, બેડી જંકશનથી સમર્પણ સર્કલ સુધી રૂ.૧૬ કરોડના ખર્ચે રીંગરોડ વાઇડનીંગ કરવાનું કામ, નવી ૧૦ સીએનજી બસો દ્વારા શહેરીજનોની પરિવહનની સુવિધા વિકસાવવાનું કામ અને રણજીતસાગર રોડ ઉપર કોઝ-વેની બાજુમાં રૂ.૩.૫૦ કરોડના ખર્ચે સ્મશાનગૃહ બનાવવાનું આયોજન રજૂ કરાયું છે. જામનગર મહાનગરપાલિકાના રજૂ કરાયેલા બજેટ ઉપર આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી બજેટ બેઠક યોજી તેમાં સુધારા-વધારા સાથે આ બજેટ મંજૂર કરવા માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં વિરોધપક્ષ સાથે ચર્ચા-વિચારણાને અંતે બજેટ મંજૂર કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



