જામનગર,તા.૨
ગજબનાં તિકડમથી થતી ચોરીથી લાખો રૂપિયાની ચોરી સામે આવી છે. શિક્ષિત યુવકોની ગેંગ ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવીને પૈસા ઉપાડી લેતા હતાં. આ મામલે જાનમગરનાં સીટી, એ, બી અને સી ડિવિઝનમાં જુદી જુદી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર એસઓજી અને ધ્રોલ પોલીસ સધન તપાસ કરી રહી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે જુદા-જુદા ૭ વ્યકિતઓના નામના ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવવામાં આવ્યા હતાં. તેમના ખાતામાંથી એટીએમ દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવતાં હતાં. સાત વ્યÂક્તઓના ખાતામાંથી ૧૦ જ દિવસમાં ૫.૫૦ લાખ જેટલા રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતાં. આ અંગેની ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે.
જ્યારે આ ટોળકી એસઓજીના હાથવેંતમાં છે અને આ ટોળકીના સભ્યો ધ્રોલ અને રાજકોટના એટીએમનો ઉપયોગ કરતાં હતાં. મોઢા ઉપર રૂમાલ બાંધીને એટીએમમાં જતાં હતાં. જેથી તે એટીએમના કેમેરામાં કેદ ન થાય. પરંતુ આ ફ્રોર્ડ ટોળકી વધુ લોકોનો ભોગ લે તે પહેલા જ પોલીસમાં હાથમાં આવી જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





