જામનગર,તા.૧૪
જામગનરમાં શ્યામ ગ્રીન પાર્ક ઠેબા ચોકડી નજીકના વિસ્તારની વાડીમાંથી એક વૃદ્ધ મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી, પ્રાથમિક તપાસમાં પોલીસે લૂંટના ઈરાદે હત્યા કર્યા હોવાની આશંકા જણાવી છે.
એક પછી એક જામનગરમાં હત્યાનો પાંચમો કિસ્સો સામે આવ્યો છે. ઠેબા ચોકડી નજીક ધનીષ રેસીડેન્સી પાસે આવેલી વાડી વિસ્તારમાંથી ૬૫ વર્ષની લક્ષ્મીબેન પટેલ નામના વૃદ્ધાની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ઘટના અંગે વધુ તપાસ માટે આગળની તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



