કોંગ્રેસના ધારાસભ્યો શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર

0
35

સોનિયા સાથે વાત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે
મુંબઇ,તા.૧૦
કૉંગ્રેસનાં ધારાસભ્યો અત્યારે રાજસ્થાનની રાજધાની જયપુરની એક હૉટલમાં રોકાયા છે. રવિવારનાં આ ધારાસભ્યોની સાથે કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાત કરી. અહીં કૉંગ્રેસનાં ૪૦ ધારાસભ્ય હાજર હતા. આ દરમિયાન એ સામે આવ્યું કે કૉંગ્રેસ ધારાસભ્ય શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ઇચ્છુક છે. કૉંગ્રેસ નવી સરકારને બહારથી સમર્થન નથી આપવા ઇચ્છતી, પરંતુ સરકારમાં સામેલ થવા ઇચ્છે છે. કૉંગ્રેસ ધારાસભ્યોથી મુલાકાત દરમિયાન રાજસ્થાનનાં સીએમ અશોક ગહેલોત પણ હાજર રહ્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં અધ્યક્ષ બાલ થોરાટ પણ ત્યાં હાજર હતા. ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેઓ ધારાસભ્યોની ઇચ્છા સોનિયાને જણાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY