અમદાવાદ,તા.૧૪
ફિઝિયોથેરાપી માટે દવાખાના સુધી પહોંચી નહીં શકતા દર્દીઓ અથવા ફિઝિયોથેરાપીની સારવાર લઇ રહેલા દર્દીઓએ વધુ માર્ગદર્શન મેળવવું હશે તેઓ માટે સરકારી ફિઝિયોથેરાપિસ્ટ એસોસિયેશન દ્વારા હેલ્પલાઇન ‘અહલ્યા’નો પ્રારંભ થઇ ચુકવીયો છે. આ હેલ્પલાઇન પર ફોન કરવાથી સરકારી ફિઝિયોથેરાપિસ્ટ હવે તમારા આંગણે આવીને સારવાર આપશે. આ પ્રોજેક્ટનો અમલ અમદાવાદ સહિત રાજ્યભરમાં થઇ ચુકવીયો છે.
અમદાવાદના શહેરી વિસ્તારમાં ટ્રસ્ટ સહિતનાં સરકારી અર્બન હેલ્થ સેન્ટર વગેરેમાં ફિઝિયોથેરાપીની સારવાર દર્દીઓને નજીવી કિંમતે મળે છે પરંતુ બોપલ, બાવળા, ઘુમા, શીલજ, અડાલજ, ગોતા, ધોળકા, નિકોલ, નરોડા, દહેગામ વગેરે અમદાવાદની આસપાસ આવેલા સ્થળોએ આ સેવા આશીર્વાદ સાબિત થશે, કેમ કે અંતરિયાળ કે ગ્રામ્ય વિસ્તારમાં ફિઝિયોથેરાપીની સારવાર મેળવવાની અનેક મર્યાદા રહેશે.
દર્દીએ ૬૩પ૬૧૦૩૭પ૭ નંબર પર કોલ કરવાનો રહેશે. ત્યારબાદ ર૪થી ૪૮ કલાકમાં દર્દીનો ડોક્ટર સામેથી સંપર્ક કરશે. આ અંગે ગુજરાત ગવર્નમેન્ટ ફિઝિયો થેરાપિસ્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો.હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે ‘પ્રોજેકટ અહલ્યા’ નામની સેવાનો હેતુ જ્યાં ફિઝિયોથેરાપીની ઓછી સગવડ છે ત્યાં વધુ સેવા પૂરી પાડવાનો છે એટલું જ નહીં અર્બન વિસ્તારમાં ખાસ કરીને અમદાવાદના અનેક દર્દીઓએ ચાલુ સારવારે વધુ માર્ગદર્શન મેળવવા માટે પણ આ હેલ્પલાઇનની મદદ લીધી છે.
મિસ્ડકોલ કર્યા બાદ દર્દીનો ફિઝિયોથેરાપિસ્ટ સંપર્ક કરશે અને તેના કેસની જાણકારી મેળવશે ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટ ક્રિયા અને કઇ રીતે સારવાર મળશે તે જણાવશે. કેટલાક કેસમાં કેસની ચર્ચા વોટ્સએપ પર પણ કરશે અને વીડિયોચેટ દ્વારા દર્દીને માર્ગદર્શન આપી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



