ભારતીય પોસ્ટ વિભાગ બે વર્ષમાં ઈન્શ્યોરન્સ કંપનીની શરુઆત કરશે

0
22

ન્યુ દિલ્હી,તા.૯
ભારતીય પોસ્ટ વિભાગ ૨ વર્ષમાં ઈશ્યોરન્સ કંપનીની શરૂઆત કરશે. સંચાર મંત્રી મનોજ સિન્હાએ જણાવ્યુ હતુ કે પેમેન્ટ્‌સ બેન્ક બાદ પોસ્ટવિભાગ હવે ઈશ્યોરન્સ કંપનીની શરૂઆત કરશે.પોસ્ટ વિભાગ તેનો ક્લેવર બદલી રહ્યું છે. પેમેન્ટ્‌સ બેન્કના રૂપે વિસ્તરણ કરી હવે ઈશ્યોરન્સ કંપની ગઠનનો નિર્ણય કર્યો છે.
પ્રધાનમંત્રીએ ૧ સપ્ટેમ્બરે ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેન્ક ૈંઁઁમ્ને લોન્ચ કરી છે. આનો ઉદ્દેશ્ય બેન્કીંગ સેવાને ઘર ઘર પહોંચાડવાનો છે. ત્રીસ લાખ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક લોકોને તેમના ઘરે જઈને નાણાકીય સેવાઓ આપશે. એપ્રીલથી ર્ડ્ઢઁ પાર્સલ ડાયરેક્ટરોની શરૂઆત કરી હતી, હવે પાર્સલ મોકલાવવા સરળ થશે. પહેલા પાર્સલ રેટ, ભારી ડિલ અને સ્પેશિયલ સ્કીમની લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી.
હાલના સમયે પોસ્ટ વિભાગ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓને સૌથી જૂનું લાઈફ ઈશ્યોરન્સમાંથી એક પોસ્ટલ લાઈફ ઈશ્યોરન્સ આપશે, જેની શરૂઆત ૧૮૮૪થી કરવામાં આવી હતી. તેના પછી માર્ચ ૧૯૯૫માં ગ્રામીણ વિસ્તારમાં રહેનાર કમજાર વર્ગ માટે રૂરલ પોસ્ટલ લાઈફ ઇશ્યોરન્સની સ્કીમની શરૂઆત કરી હતી. ૩૧ માર્ચ ૨૦૧૭ સુધીમાં દેશમાં ૧૬.૮ લાખ લોકો પાસે ઁન્ૈં અને ૧૪૬.૮ લાખ લોકો પાસે ઇઁન્ૈં પોલિસી હતી. સિન્હાએ આ વર્ષે ઁન્ૈંને પ્રોફેશનલ્સ માટે ખોલવાની ઘોષણા કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY