હું ચૂંટણી લડીશ તો રિલાયન્સ ૫૦૦ કરોડ બગાડશેઃ હાર્દિક પટેલ

0
7

જામનગર,તા.૨૫
હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી પેજ પર લાઇવ થઇને સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે જામનગરમાં જે થાય છે તે રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે. ચાર ધામ પૈકી એક દ્વારકા સુધી રસ્તો કેમ ન બનાવવામાં આવ્યો. રિલાયન્સ માટે ફાયદો થાય તે માટે ત્યાં સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે. મારે ચૂંટણી લડવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે. હું ચૂંટણી લડીશ તો રિલાયન્સ ૫૦૦ કરોડ બગાડશે.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, જામનગરના હાલના સાંસદ પુનમબેન માડમે જાંબુડા ગામને દત્તક લીધું છે. પરંતુ ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર નથી, શાળામાં પ્રિÂન્સપાલ નથી અને બે ક્લાસ વચ્ચે એક જ શિક્ષક છે. જામનગર જિલ્લાના ૨૭ મુદ્દાઓ સાથે લાઇવ થયો છું. મીડિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમુક મીડિયાએ ગેરમાર્ગે દોર્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મુદ્દાઓ સાથે વાતો રજૂ કરૂ છું. ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે. ચૂંટણી લડવાનો મને મોકો મળશે કે નહીં મળે તે કોર્ટ નક્કી કરશે. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી જામનગર લોકસભાના ૧૦ તાલુકાઓમાં ફર્યો છું અને ત્યાંના મુખ્ય મુદ્દાઓ, સમસ્યાઓ, રિલાયન્સ કંપનીની દાદાગીરી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. રિલાયન્સને મેં કહી દીધું છે કે ૫૦૦ કરોડ વાપરો. પોલીસ, પ્રશાસન, રિયાલન્સને સૌ કોઇને કહી દેવાયું છે કે પૈસા બગાડો નહીં તો આ ૨૫ વર્ષનો છોકરો જીતીને દિલ્હી ન આવવો જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY