અમદાવાદ,તા.૨૫
ચૂંટણી નજીક હોવાથી રાજ્યમાં રાજકારણનો માહોલ ગરમ છે, એવામાં ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષા નિહારિકા પંડ્યાએ અચાનક આપઘાત કરવાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ નિહારિકા પંડ્યાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં રહેલા ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષા નિહારિકા પંડ્યાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અહીં પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો નોંધઈ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જા કે નિહારિકા પંડ્યાએ કેમ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે અંગે હાલ કોઇ વિગત સામે આવી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


