મુંબઈ,તા.૧૪
ઇન્ટરનેશનલ ગણાતી અભિનેત્રી ફ્રીડા પિન્ટોએ કહ્યુ હતું કે લવ સોનિયા ફિલ્મ મારા મનમાં છેલ્લાં દસ વર્ષથી ઘર કરી ગઇ હતી.
‘લવ સોનિયાના નિર્માતા તબ્રેઝે સ્લમડાગ મિલિયોનેર બનાવી હતી જેમાં હું ચમકી હતી. એ સમયે તબ્રેઝે મને કહ્યુ હતું કે હું આ ફિલ્મનું ડાયરેક્શન કરવા માગું છું. એ દિવસોમાં તબ્રેઝ આ ફિલ્મ લખી રહ્યા હતા. આ ફિલ્મ કરી ત્યારબાદ હું ઘણા સમય સુધી માનસિક રીતે વ્યગ્ર રહી હતી કારણ કે આ વિષય ગમે તે સંવેદનશીલ વ્યÂક્તને સ્તબ્ધ કરી દેનારો છે’ એમ ફ્રીડાએે કહ્યુ હતું.
આ ફિલ્મમાં ફ્રીડાએ એક વેશ્યાનો રોલ કર્યો છે. ફિલ્મની કથાવસ્તુ વિમેન ટ્રાફિકિંગની છે. શી રીતે સીધી સાદી બાળાઓને કૂટણખાને ધકેલી દેવામાં આવે છે એ આ ફિલ્મના કેન્દ્રમાં રÌšં હતું.
ફ્રીડાની જેમ રિચા ચડ્ડાએ આ ફિલ્મમાં વેશ્યાઓની દલાલનો રોલ કર્યો હતો. તાજેતરમાં એણે પણ કહ્યુ હતું કે આ ફિલ્મ કર્યા બાદ મારે મનોચિકિત્સકની મદદ લેવી પડી હતી કારણ કે હું અપસેટ થઇ ગઇ હતી.
ફ્રીડાએ કહ્યું કે આવા વિષયની ફિલ્મને જલદી ફાયનાન્સ મળતું નથી એટલે અમે સતત પ્રયાસો કરતા રહ્યા. એમાં વરસો વીતી ગયા. પણ આખરે આ ફિલ્મ બની. મોટા ભાગનાં પાત્રો વાસ્તવિક બની રહ્યાં અને સર્જકની મહેનત રંગ લાવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



