‘અ’ સલામત સવારી… એસટી બસ નાળામાં ખાબકી

0
10

જામનગર,તા.૫
રાજ્યમાં એસટીની સવારી, સલામત સવારીનું સૂત્ર દિવસેને દિવસે વ્યર્થ થતું જણાઇ રહ્યું છે. ગુજરાત એસ.ટી. વિભાગની બસો પર ભલે ગર્વભેર ‘સલામત સવારી એસ.ટી. અમારી’ સૂત્ર ચિપકાવેલું હોય પરંતુ તેનો કોઇ અર્થ રહેતો નથી. દિવસેને દિવસ ગુજરાતમાં એસટી અકસ્માતોના અનેક બનાવો બને છે. ત્યારે જામનગરના જાડિયા પાસે એસટી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગરના જાડિયા પાસે એસટી બસ જઇ રહી હતી, ત્યારે કોઇકારણસર ડ્રાઇવરે બસના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતો બસ નાળામાં જઇને ખાબકી હતી. એસટીની આ બસ જોડિયાથી અમદાવાદ જઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.
આ ઘટના બનતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, પરંતુ સદ્દનસીબે એસટી બસને નડેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ ઘટનામાં બસમાં ચાર મુસાફરો જ સવાર હતા, જેથી મોટી જાનહાનિ નિવારી શકાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY