પીઆઈ જે.વી.રાણા તથા સ્ટાફ દ્રારા રાણપુરના જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કરાયુ
બોટાદ જીલ્લાના રાણપુરમાં નવનિયુક્ત પીઆઈ જે.વી.રાણા એ ચાર્જ સંભાળતાની સાથે જ વાહન ચાલકો સામે લાલ આંખ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.રાણપુરના મિલેટ્રી ચોકડી ઉપર પીઆઈ જે.વી.રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયુ હતુ જેમાં ત્યાથી પસાર થતા વાહનો નું કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતુ.કેટલાક વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.જ્યારે કેટલાય વાહન ચાલકો ને મેમો ફટકારવામાં આવ્યો હતો.અને ફોરવ્હીલર કારમાં બ્લેક ફિલમ પટ્ટીઓ દુર કરવામાં આવી હતી.જેને લઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.જ્યારે રાણપુરના જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




