જસદણ,તા.૯
જસદણ પેટા ચૂંટણીને લઇને બન્ને પક્ષો તરફથી પ્રચાર થઇ રહ્યો છે. બન્ને પક્ષોના ઉમેદવારો ગામે ગામ જઇને લોકો પાસે મત માગી રહ્યા છે. ત્યારે અવસર નાકીયાએ કુવરજી બાવળિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કુવરજીભાઇ છેલ્લા સાત વર્ષથી ભાજપના સંપર્કમાં હતા અને ભાજપ ૨૦૧૯માં કોળી નેતાની શોધમાં હતી.
નાકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કુવરજી બાવળિયા મારી કે તમારી માટે ભાજપમાં નથી ગયા, ભાજપે રૂપિયા અને ખાતું આપ્યું એટલે ગયા છે. કોળી સમાજના મતો અંકે કરવા ભાજપને કોઇ કોળી ચહેરો નહોતો મળતો એટલે આ ભાઇને લઇ ગયા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



