રાણપુરના જી.આર.ડી. ઇન્ચાર્જ દલુભા પરમારે બે ખિસ્સા કાતરૂને દબોચી લીધા જયારે એક ફરાર
બોટાદ જીલ્લાના રાણપુરના જી.આર.ડી.ઇન્ચાર્જ દલુભા પરમાર બપોરે 3 વાગ્યાની ટ્રેનમાં બોટાદ જી.આર.ડી ઓફિસે થી રાણપુર જઈ રહ્યા હતા એ વખતે ટ્રેન મા ખિસ્સા કાતરૂ એક બેન નુ પાકિટ મારી ને નાસી છૂટ્યા હતા એ વખતે દલુભા ની નજર તેમના પર પડતા તેમને બહાદુરી પૂર્વક 3 આરોપી ને દબોચી લીધા હતા જેમાંથી 1 આરોપી ભાગવામાં સફળ થયો હતો અને 2 આરોપી ને પકડી દલુભા એ રેલવે પોલીસ ને સોંપી દીધા હતા આવી ઉત્તમ કામગીરી ને સૌ મુસાફરો એ વધાવી લીધી હતી અને રેલ્વે પોલીસે પણ દલુભા ની આવી સુંદર કામગીરી ની સરાહના કરી હતી.
બોટાદ જિલ્લા ની સમગ્ર જી આર ડી ટીમ નું ગૌરવ વધારવા બદલ સાચા હૃદય થી શુભકામનાઓ અને આવી જ રીતે ઉત્તમ કામગીરી કરી અને બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ ડી.વાય.એસ.પી નકુમ આપણા જી આર ડી જવાનો પર મુકેલો વિશ્વાસ પૂર્ણ કરો અને તમામ જી આર ડી જવાનો આપનામાં થી પ્રેરણા લે તેવી શુભેચ્છા
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





