આંગડિયા પેઢીના સંચાલકને આંતરી ૨.૭૦ લાખના રોકડા,હિરાના ૩૩ પાર્સલની લૂંટ
જસદણ,તા.૩
જસદણ-આટકોટ ગામ વચ્ચે મંગળવારે મોડી સાંજે બે આંગડિયા પેઢીના સંચાલકો બાઇક પર જતા હતા ત્યારે ધ્રુવ જિનિંગ મિલ નજીક પાછળથી કારે ઠોકર મારતા બન્ને રોડ પર પટકાયા હતા. બાદમાં કારમાંથી અજાણ્યો શખ્સ ઉતરી આંગડિયા પેઢીનો થેલો લઇ નાસી ગયો હતો. સંચાલકોએ આંગડિયા પેઢીના થેલામાં ૨.૭૦ લાખ રોકડા તેમજ ૩૩ પાર્સલ હીરાના હોવાનું જણાવ્યું હતું. કુલ ૧૨ લાખના મુદ્દામાલની લૂંટ થયાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં બાઇક સવાર બંને સંચાલકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જસદણ-આટકોટ ગામ વચ્ચે આવેલા ધ્રુવ જિનિંગ નજીક જસદણના ગાયત્રી મંદિરની સામે આવેલા પટેલ મહેન્દ્રભાઇ અરવિંદભાઇ નામની આંગડિયા પેઢીના સંચાલક વિજયભાઇ અને પી.શૈલેષ પેઢીના સંચાલક રઘુભાઇ બંને આંગડિયા પેઢીનો માલ ભરેલો થેલો લઇ બાઇક નં જી.જે.૦૨ સીડી ૬૯૪૦ લઇને આટકોટ જતા હતા. કારમાંથી એક અજાણ્યો શખ્સ ઉતરી આંગડિયા પેઢીનો થેલો લઇ નાસી ગયો હતો.
જસદણ અને આટકોટની વચ્ચે જ લૂંટનો બનાવ બનતા લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. આ બનાવ જસદણની હદમાં બન્યો છે કે આટકોટ પોલીસની હદમાં તે પોલીસ વિચાર કરતી થઇ ગઇ હતી. આ બનાવના પગલે એસઓજી, એલસીબી, ગોંડલ ડીવાયએસપી, જસદણ અને આટકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



