અકસ્માતમાં બંનેના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી
સુરત,તા.૩
વલસાડના ધરમપુર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેને લઈને હાઇ વે ઉપર ૨ કલાક ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારબાદ ટેન્કરને રોડ પરથી ખસેડી લેવામાં આવતા ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો. જેથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતની ઘટનામાં ટેન્કર અને ટ્રકના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી.
મુંબઈથી બરોડા પેટ્રોલ લેવા માટે ટેન્કર(MH-૦૪-FP-૪૬૫૮) નીકળ્યું હતું. દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી નજીક હાઈ વે પર પસાર થઈ રહ્યું હતું ત્યારે સામેથી ડિવાઈડર કુદીને આવેલા ટ્રક સાથે અકસ્માત થયો હતો. જોરદાર અકસ્માતના કારણે ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો. અને બંનેના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોરદાર અકસ્માત બાદ ટેન્કર રોડ પર આવી ગયું હતું. જ્યારે ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. ટેન્કર રોડ પર આવી જતા હાઈ વેની એક સાઈડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.જોકે, બે કલાકની જહેમત બાદ ટેન્કરને રોડ પરથી ખસેડવામાં આવતા ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો. જેથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



