પર્સનલ લાઇફ ચર્ચાસ્પદ રહી

0
35

ક્રિકેટરમાંથી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચેલા ઇમરાનની લાઇફ અનેક પ્રકારના વિવાદોથી ભરેલી રહી છે. તેમની પર્સનલ લાઇફ ફિલ્મી પટકથા જેવી રહી છે. યુવતિઓ સાથે સંબંધો, ત્રણ ત્રણ લગ્ન, વિવાદાસ્પદ નિવેદનો તેના દ્વારા કરવામાં આવ્યા છે. તેના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ૧૯૯૫માં બ્રિટિશ પત્રકાર ગોલ્ડ સ્મથની સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ નવ વર્ષ સુધી ચાલ્યા હતા. ૨૦૦૪માં તલાક થયા હતા. ૨૦૧૪માં ટીવી એન્કર રહેમ ખાન સાથે ઇમરાને ફરી લગ્ન કર્યા હતા. રેહમ હાલ ભારે ચર્ચામાં છે. કારણ કે, માત્ર ૧૦ મહિના સુધી આ લગ્ન ચાલ્યા હતા. ઇમરાન ઉપર ગંભીર આક્ષેપો રેહમે કર્યા છે. રેહમે એક પુસ્તક રહ્યું છે જેમાં તમામ પ્રકારના ખુલાસા કરવામાં આવ્યા છે. ઇમરાને ફેબ્રુઆરી ૨૦૧૮માં ત્રીજા લગ્ન કર્યા હતા. બૂસરા માનીતા સાથે આ લગ્ન કર્યા હતા. રાજકીય કેરિયરની વાત કરવામાં આવે તો ઇમરાનની રાજકીય કેરિયર ૧૯૯૬માં શરૂ થઇ હતી તે વખતે તહેરીકે ઇન્સાફ નામની પાર્ટીની રચના કરવામાં આવી હતી. ૧૯૯૭માં પ્રથમ ચૂંટણી હારી ગયા હતા. ૨૦૦૨માં માત્ર તેમને જ જીત મળી હતી. પાર્ટીની હાર થઇ હતી. ૨૦૦૭માં પરવેઝ મુશર્રફે ઇમરજન્સીની જાહેરાત કરી ત્યારે ઇમરાન ખાનને પણ જેલમાં જવાની ફરજ પડી હતી. ૨૦૦૮માં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ૨૦૧૩માં નયા પાકિસ્તાનનો નારો ઇમરાને આપ્યો હતો અને શરીફ-ભુટ્ટો સામે જંગ છેડ્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY