હવે જેટ એરવેઝની ૨૮ નવી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી

0
69

અમદાવાદ, તા.૩૦
ભારતની પ્રીમિયર ફૂલ-સર્વિસ ઇન્ટરનેશનલ એરલાઇન જેટ એરવેઝે દેશમાં પોતાની કામગીરીના વિસ્તરણ અને શહેરો-શહેરો વચ્ચેના જાડાણને વધારવાના હેતુથી આગામી મહિને ૨૮ નવી ફલાઇટ્‌સ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેટ એરવેઝની આ જાહેરાતને પગલે ડોમેસ્ટીક પેસેન્જર્સને એક શહેરમાંથી બીજા શહેરમાં આવવા-જવા માટે ભારે સાનુકૂળતા અને સુગમતા ઉપલબ્ધ બનશે. આ સાથે જ નેટવર્ક કેરિયર તરીકે જેટ એરવેઝની નવી વિવિધ સર્વિસ એરલાઇનની કામગીરીને પણ મજબૂત કરશે. જેમાં ઉડાન ઉદ્યોગમાં સૌપ્રથમ તેમજ નોન-સ્ટોપ અને વન-સ્ટોપ ફ્‌લાઇટ સામેલ કરાઇ છે. આ અંગે જેટ એરવેઝનાં વર્લ્ડવાઇડ સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશનનાં સીનિયર વાઇસ-પ્રેસિડન્ટ શ્રી રાજ સિવાકુમારે જણાવ્યું હતું કે,જેટ એરવેઝની આ નવી વિવિધ સર્વિસ એરલાઇનને દેશનાં વિકાસશીલ શહેરોમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે વધતી માગને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. વળી આ જુદી જુદી નવી સર્વિસ મહેમાનોને અન્ય શહેરો સાથે જોડવામાં મદદરૂપ પણ થશે, જેમાં મેટ્રો સહિત અન્ય શહેરો તેમજ મુંબઈ, દિલ્હી અને બેંગાલુરુમાં એરલાઇનનાં કેન્દ્રો મારફતે એરલાઇનનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામેલ છે. જેટ એરવેઝ ઉદ્યોગમાં સૌપ્રથમ પહેલાની શ્રેણીમાં મધ્યપ્રદેશનાં સૌથી મોટાં શહેર ઇન્દોરથી જોધપુર અને વડોદરાની ડેઇલી ફ્‌લાઇટ શરૂ કરશે. અન્ય એક આવી જ પહેલમાં જેટ એરવેઝ ચંદીગઢ અને લખનૌ વચ્ચે, અમદાવાદ અને જોધપુર વચ્ચે તેમજ વડોદરા અને જયપુર વચ્ચે પણ ફ્‌લાઇટ શરૂ કરશે. જેટ એરવેઝ દેશમાં આ વિવિધ રુટ પર કામ કરનાર એકમાત્ર એરલાઇન હશે, જે ઉત્તર ભારત અને મધ્ય ભારત તેમજ પશ્ચિમ ભારત વચ્ચે કનેક્ટિવિટી વધારશે. એરલાઇને હાલનાં મુખ્ય વિવિધ રુટ પર ફ્રીક્વન્સી પણ વધારી છે, મુંબઈ-ગૌહાટી અને દિલ્હી-બાગડોગરા વચ્ચે નોન-સ્ટોપ ક્ષમતાનું વિસ્તરણ કર્યું છે તેમજ મુંબઈ-બાગડોગરા અને નવી દિલ્હી-ગૌહાટીનાં રુટ પર વધારાની વન-સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન કરી છે. નેટવર્કમાં અન્ય વધારામાં જેટ એરવેઝ બેંગાલુરુને લખનૌ, ઇન્દોરને કોલકાતા, કોલકાતાને ચંદીગઢ, કોઇમ્બતૂરને હૈદરાબાદ, વિશાખપટનમને મુંબઈ અને દિલ્હી સાથે જોડતી નોન-સ્ટોપ ફ્‌લાઇટ લોંચ કરશે, જે એનાં મહેમાનોની એની સેવાઓ માટે વધતી માગને પૂર્ણ કરવા સુવિધામાં વધારો સૂચવે છે. ઇન્દોર દેશની મધ્યમાં સ્થિત કેન્દ્ર છે અને અહીં માળખાગત સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે, જેનાં પગલે જેટ એરવેઝે દેશભરનાં ૧૪ શહેરોને સર્વિસ ઓફર કરીને ઇન્દોર સાથે એનું જોડાણ વધારવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં એરલાઇન ઇન્દોરથી વિકાસશીલ બજારો અને અમદાવાદ, જયપુર, વડોદરા, જોધપુર, અલ્હાબાદ, ચંદીગઢ, લખનૌ, નાગપુર અને પૂણે જેવા મિની મેટ્રો સાથે નોન-સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન કરતી એકમાત્ર એરલાઇન બનશે. જેટ એરવેઝ ઇન્દોરથી કોલકાતા અને હૈદરાબાદ જેવા મેટ્રો સાથે નોન- સ્ટોપ કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે તેમજ મુંબઈ, દિલ્હી અને બેંગાલુરુમાં એનાં કેન્દ્રોનાં નેટવર્ક ટ્રાફિકને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સાતત્યપૂર્ણ રીતે જોડશે. એરલાઇની કોલકાતામાં સર્વિસ પૂર્વ ભારતનાં મુખ્ય વાણિજ્યિક અને નાણાકીય કેન્દ્રને પણ જોડી દેશે. એરલાઇનની ઇન્દોર-વડોદરા અને ઇન્દોર-જોધપુર જેવી નવી સેવાઓ પ્રવાસનને વેગ આપશે તેમજ બંને શહેરમાં વ્યાવસાયિક અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે, ખાસ કરીને વડોદરા અને જોધપુરની આસપાસ સ્થિત લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકોને. નવી અને હાલની ફ્‌લાઇટ જેટ એરવેઝનાં મહેમાનોને ઇન્દોરથી મુંબઈ, દિલ્હી, અમદાવાદ, જયપુર અને નાગપુર સુધીની એરલાઇનની ડે-રિટર્ન સેવાઓનો લાભ લેવા પણ સક્ષમ બનાવશે. ઉપરાંત બેંગાલુરુ, હૈદરાબાદ, પૂણે અને કોલકાતાથી મહેમાનો હવે જોધપુર, અલ્હાબાદ, વડોદરા સાથે જોડાશે તેમજ વાયા ઇન્દોર થઈને જોધપુર, અલ્હાબાદ, વડોદરાથી બેંગાલુરુ, હૈદરાબાદ, પૂણે અને કોલકાતા સાથે જોડાશે. એમ જેટ એરવેઝનાં વર્લ્ડવાઇડ સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુશનનાં સીનિયર વાઇસ-પ્રેસિડન્ટ શ્રી રાજ સિવાકુમારે ઉમેર્યું હતું.

(સંપૂર્ણ સમાચાર સેવા)જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY