તેલંગણા બોર્ડનું રિઝલ્ટ વિવાદોમાં : સાત દિવસમાં ૧૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

0
21

તેલંગાણા,તા.૨૫
તેલંગણા બોર્ડ ઓફ ઈન્ટરમીડિએટ એજ્યુકેશનનું ૧૮ એપ્રિલે ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. હવે પરિણામ જાહેર કર્યા બાદ છાત્રોની આત્મહત્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. એક પછી એક વિદ્યાર્થીઓ નબળાં પરિણામના કારણે સ્યુસાઈડ કરી રહ્યા છે. જે મુદ્દો તેલંગણામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થીઓને પરિણામ યોગ્ય ન લાગવાના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એક અંગ્રેજી સમાચારપત્રના રિપોર્ટ પ્રમાણે ૭ દિવસની અંદર ૧૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે.
સત્તત થઈ રહેલી આત્મહત્યાઓના કારણે આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં સરકારે તાત્કાલિક નિર્ણય લેતા ત્રણ લાખ વિદ્યાર્થીઓ જે નાપાસ થયા તેમની પત્રિકાનું મૂલ્યાંકન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વખતની પરિક્ષામાં ૯.૭૪ લાખ છાત્ર હાજર રહ્યા હતા. જેમાંથી ૩.૨૮ લાખ વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. ત્યારે ફેલ થયેલા વિદ્યાર્થીઓની ઉતરવહીનું મૂલ્યાંકન કરવાના સરકાર દ્રારા આદેશ આપવામાં આવ્યા છે.
આત્મહત્યા કરનારાઓમાં નારાયણ કોલેજનો વિદ્યાર્થી નાગેન્દ્ર, જેણે ગણિત વિષયમાં ફેલ થતા આત્મહત્યા કરી છે. નાગેન્દ્રએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવી લીધી હતી. તેના પિતા વિવેકાનંદનું કહેવું છે કે તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. અમે વિશ્વાસ નથી કરી શકતા કે તે ગણિતમાં ફેલ થઈ ગયો. જે તેનો પ્રિય વિષય હતો. તો બીજી તરફ નિઝામાબાદની વેનેલા જે બે વિષયમાં ફેલ થઈ છે. જે દિવસે રિઝલ્ટ જાહેર થયું એ દિવસે જ કીટનાશક દવાઓ ખાઈ તે મોતને ભેટી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY