પીઓકેમાં વિરોધનો વંટોળ,સીપીઈસી જનતાલક્ષી નહીં સૈન્યલક્ષીઃ જમીલ મકસૂદ

0
166

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં કાર્યકર્તાઓની પાક. વિરુદ્ધ રેલી
ન્યુ દિલ્હી,તા.૧૮
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જનતાલક્ષી નહીં પણ સૈન્યલક્ષી હોવાનો દાવો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવ્યો છે. ધ યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી દ્વારા સીપીઈસી વિરુદ્ધ દેખાવોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યુકેપીએનપીના વિદેશી મામલાના ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ જમીલ મકસૂદે કહ્યું છે કે યુકેપીએનપી પ્રાદેશિક રાજકીય શક્તિઓ અને સરકારો પાસે માગણી કરે છે કે તેઓ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સીપીઈસી બાદ વાતાવરણને કલુષિત થતું અટકાવે.
મકસૂદે દાવો કર્યો છે કે તેમને લાગે છે કે સીપીઈસી સૈન્યલક્ષી છે અને તેમા વ્યૂહાત્મક હિતો પણ સામેલ છે. તેનો ઉદેશ્ય સ્થાનિક લોકોની પ્રગતિ નથી. એક્ટિવિસ્ટો દ્વારા માગણી કરવામાં આવી છે કે તેઓ ઈચ્છે કે આ વિસ્તારમાંથી પાકિસ્તાનનું ગેરકાયદેસર અને બળપૂર્વક કરવામાં આવેલો કબજા દૂર થાય. મહત્વપૂર્ણ છે કે પચાસ અબજ ડોલરથી વધારેના રોકાણ સાથે પશ્ચિમ ચીનના કાશગરથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને જાડતા ત્રણ હજાર કિલોમીટરના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પીઓકેમાંથી પસાર થવાને કારણે ભારતે પણ તેની સામે વાંધો વ્યક્ત કર્યો છે.
પીઓકેના એક્ટિવિસ્ટ મકસૂદનો દાવો છે કે રાવલાકોટ, કોટલી, બાઘ, નીરલમ, મુઝફ્ફરાબાદ સહીતના વિસ્તારોમાં એક્સ આર્મીમેન, બ્યૂરોક્રેટ્‌સ અને કારોબારીઓને જમીનની ફાળવણી કરીને પાકિસ્તાન સરકારે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. યુકેપીએનપીના નિરાશ્રિત અધ્યક્ષ શૌકત અલી કાશ્મીરે બાઘમાં એક્ટિવિસ્ટને ટેલિફોનથી સંબોધિત કરતા હાકલ કરી હતી કે તેઓ પાકિસ્તાનની સરકાર પર ક્ષેત્ર ખાલી કરાવવા માટે દબાણ બનાવે.
પીઓકેના એક્ટિવિસ્ટો મકસૂદે માગણી કરી છે કે સ્થાનિક વિકાસ અને સ્થાનિકોના સશક્તિકરણની માગણી કરનારા બાબા જાન સહીતના એક્ટિવિસ્ટને પાકિસ્તાનની જેલોમાંથી મુક્ત કરવામાં આવે. તેમમે ડેમ અને અન્ય યોજનાઓના નિર્માણને કારણે પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાનમાં ગંભીર પ્રકારની પર્યાવરણીય સમસ્યાઓ સંદર્ભે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY