રાયપુર,તા.૧૮
છેલ્લા ઘણાં વર્ષોથી છત્તીસગઢનો દંતેવાડા જિલ્લો નક્સલીઓની હિંસાનો ભોગ બનતો રહ્યો છે. હવે નક્સલો દ્વારા પહાડી વિસ્તારમાં આવેલા બચેલી શહેરમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસિસની મદદથી એક બસને ઉડાવી છે. નક્સલીઓના હુમલામાં ચાર નાગરિકોના જીવ ગયા છે અને સીઆઈએસએફનો એક જવાન શહીદ થયો છે. આ આઈઈડી બ્લાસ્ટમાં સીઆઈએસએફના અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કા હેઠળ યોજાયેલી અઢાર બેઠકો પરની ચૂંટણીના ચાર દિવસ બાદ દંતેવાડામાં નક્સલ હુમલો થયો છે. પ્રથમ તબક્કામાં છત્તીસગઢના નક્સલગ્રસ્ત વિસ્તારની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. હવે વીસમી નવેમ્બરે છત્તીસગઢમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૭૨ વિધાનસભા બેઠકો પર વોટિંગ થવાનું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




