જુનાગઢ,તા.૯
રાજ્યના પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું ટૂંકું બીમારી બાદ અવસાન થયુ છે. સુરેજાના અવસાનના સમાચાર મળતા સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું ટૂંકી બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અવસાન થતા પાટીદાર સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. રતિભાઈ સુરેજાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એસ.ટી. નિગમના ડિરેક્ટર તરીકે વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન કરી હતી. ત્યારબાદ ૧૯૯૫માં માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં વિજય મેળવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
પૂર્વ સિંચાઈ પ્રધાન રતિ સુરેજાસુરેજાએ વર્ષ ૧૯૯૫ થી ૨૦૦૨ સુધી સતત ૩ વખત વિધાનસભામાં માણાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં જળ સંપત્તિ વિભાગના રાજ્યપ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી. રતિભાઈ સુરેજાના અવસાનથી પાટીદાર સમાજ અને જૂનાગઢના રાજકીય ક્ષેત્રમાં ભારે શોક છવાઈ ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


