એનઓસી મેળવીને ફરી ટયૂશન ક્લાસિસ ધમધમતા બન્યા

0
7

જુનાગઢ,તા.૨૧
સુરતના સરથાણામાં આવેલા ટયૂશન ક્લાસિસમાં આગ લાગવાને લઈને ૨૦ જેટલા માસૂમ બાળકો આગમાં હોમાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા તમામ ટયૂશન ક્લાસિસને તાકીદની અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ ફાયર સેફ્ટીની સુરક્ષાને લઈને ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જૂનાગઢ શહેરમાં ફરીથી ટયૂશન ક્લાસિસ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ આપતાની સાથે જ જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા ટયૂશન ક્લાસિસને એનઓસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગત પંદર દિવસથી જૂનાગઢમાં મનપાના અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા ૨૦૦થી વધુ ટયૂશન ક્લાસિસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.જૂનાગઢમાં એનઓસી મેળવીને ફરી ટયૂશન ક્લાસિસ થયા ધમધમતા સવારથી જ જૂનાગઢ મનપાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા જૂનાગઢમાં આવેલા અને મનપામાં ફાયરસેફ્ટીને લઈને કરવામાં આવેલી અરજીને અન્વયે ટયૂશન ક્લાસિસમાં ચીફ ફાયર અધિકારી ભૂમિત મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અભિયાન આગામી ત્રણ-ચાર દિવસ સુધી ચાલશે. આ તપાસ દરમિયાન સુરક્ષા અને સેફ્ટીને લઈને જે ધારાધોરણ નક્કી કરેલા છે તે ધારાધોરણમાં ખરા ઉતરનાર ટયૂશન ક્લાસિસને સ્થળ પર જ ફાયરસેફ્ટી અને સુરક્ષાની બાબતને લઈને એનઓસી આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY