જમીન હડપી લેવાના આરોપમાં આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ

0
44

લખનઉ,તા.૮
સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં તાકાતવર મંત્રી રહી ચૂકેલા આઝમ ખશન પોતાના ‘ડ્રીમ પ્રોજેકટ’ જાહર યુનિવર્સિટીને લઈને મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે. મુખ્યમંત્રીને ત્યાં થયેલી ફરિયાદ બાદ તપાસમાં સામે આવ્યું કે તેમણે યુનિવર્સિટી માટે નિયમોથી વિપરીત જઈને દલિતોની જમીન હડપી લીધી છે.
મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને ત્યાં આ અંગે ફરિયાદ ઇંડિઅન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિતનાએ નોંધાવી હતી. ભાજપ સરકારમાં બે વખત મંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા શિવ બહાદુર સકસેનાના પુત્ર આકાશે પત્રકાર પરિષદમાં કહ્યુ કે આઝમ ખાને રામપુરમાં દલિતોની જમીન યુનિવર્સિટીના નામે કરાવી દલિત અધિકારોનું હનન કયુ છે. તેમણે આ માટે કલેકટરની મંજૂરી પણ મેળવી નથી. દલિતોની લગભગ ૧૦૦ વિઘાન જમીન યુનિવર્સિટી એટલે કે મૌલાના જાહર અલી ટ્રસ્ટના નામે કરી લેવામાં આવી છે.
આકાશ સકસેનાએ જણાવ્યું કે અનુસુચિત જાતિના વ્યકિતના નામે જમીનનો પટ્ટો હોવાને કારણે તેને જાહર યુનિવર્સિટીના નામે કરી શકાય તેમ ન હતી પરંતુ આ આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ જમીનદારી વિનાશ અને ભૂમિ વ્યવસ્થા અધિનિયમ–૧૯૫૦નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY