તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં,લોકો પરેશાન
જૂનાગઢ,તા.૧૮
જૂનાગઢમાં વરસાદ બાદ રસ્તાઓમાં ખાડાઓને બદલે ખાડાઓમાં રસ્તા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના મુખ્ય રસ્તાઓ સોસાયટીના રસ્તાઓમાં કેવા ખાડા છે અને લોકો કેવી મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.
ચોમાસા પછીનું જુનાગઢ કે જ્યાં સિઝનનો હજુ તો ૧૮ ઇંચ વરસાદ પડયો ત્યાં નવા બનાવેલા રોડ રસ્તાઓમાં કાકરીઓ ઉડવા લાગી ઠેરઠેર ખાડાઓ પડી રહ્યા છે. જેના કારણે રોજ-બરોજ અકસ્માત થવાનાં શરૂ થઈ ગયા છે. વાહનોમાં પણ નુકસાન આવી રહ્યા છે મુખ્ય માર્ગોમાં એક પણ રોડ એવો નહી હોય કે ચોમાસાની સિઝન દરમ્યાન ત્યાં ખાડો ન પડયો હોય. આ ઉપરાંત સોસાયટીઓના પણ રસ્તાઓમાં ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓ ત્રાહીમામ થઈ ગયા છે. જૂનાગઢની માનસ નગર સોસાયટીનો મેઇન રોડ કે જ્યાં ૨૫ સોસાયટીઓમાં જવાનો રસ્તો છે અને આ રસ્તા પરથી ત્રણ સ્કૂલના વાહનોને વિદ્યાર્થીઓ પસાર થાય છે. આ રસ્તાને કેટલી બદતર પરિસ્થિતિ છે કે ખુદ સ્થાનિકોએ જાતે જ પાવડા તગારા લઇ રસ્તો રીપેર કરવાની નોબત આવી છે છતાં પણ પાલિકાના સત્તાધીશોને હજુ સુધી આ ખાડા ધ્યાનમાં આવતા નથી.
ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદને કારણે જૂનાગઢમાં રહેલા ખુલ્લા પ્લોટમાં પાણી ભરાયા છે અને તેમાં રોગચાળો મચ્છર જન્ય રોગો થવાની ભીતી છે જેના કારણે આસપાસના લોકો દ્વારા અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પ્લોટ માલિકોને નોટિસ આપવામાં આવી નથી અને પાણીના નિકાલ માટે કે તેમાં દવાનો છટકાવ ની કોઈ. વ્યવસ્થા કરેલ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



