જૂનાગઢ,તા.૨૭
ગીરના જંગલો ના આસપાસના ગામોમાં અનેકવાર સિંહ આવી ચઢતા હોય છે. એકલ-દોકલ સિંહો આવી ચઢયા હોય તેવા અનેક વીડિયો તમે જોયા હશે, પણ ગામમાં આવી ચઢેલુ સિંહોના મોટા ટોળાના આવો નજારો તમે ક્યારેય જોયો નહિ હોય. આજે દિવાળીના દિવસે સિંહોના ટોળાના આ વીડિયો તમને મજા કરાવી દેશે. ગીરના જંગલોમાં મનુષ્યો અને પ્રાણીઓ કેવા તાલમેલથી રહે છે તેનો પુરાવો આપતો આ વીડિયો છે.
જુનાગઢ જિલ્લાના એક ગામમાં સિંહ પરિવાર આવી ચઢયું હતું. જુનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં ફરીથી સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા હતા. એકસાથે બે સિંહણ અને છ પાથડા સિંહો જાણે વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હોય, તે રીતે પહોંચી ગયા હતા. ૬ સિંહો આરામથી ગામમાં ટહેલતા નજરે ચઢયા હતા. પરંતુ એક ગાડી આવતા ભાગી છૂટયા હતા. ઉલ્લેખનીય ચે કે, શિકારની શોધમાં સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચઢે છે. ત્યારે ગામમાં સિંહ ઘુસ્યાના સમાચાર મળતાં લોકો સિંહને જોવા ઉમટયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


