જૂનાગઢ,તા.૧
અમદાવાદ પાસે બાવળા નજીક જાંપ ગામે રહેતી એક મહિલા પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી ઘર છોડીને એસટી બસમાં બેસી ગઇ હતી. બસમાં તેનો પરિચય એક શખ્સ સાથે થતાં તેણે તેને મજૂરી કામ આપવાની લાલચ આપી હતી. અને તેને પ્લાસવા લઇ આવ્યો હતો. અને ત્યાં વાડીની ઓરડીમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આથી મહિલાએ તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અમદાવાદમાં બાવળા પાસે જાંપ ગામે રહેતી એક મહિલા પતિ અને સાસરિયાંના ત્રાસથી ઘર છોડીને નિકળી ગઇ હતી. તે રીક્ષામાં બાવળા અને ત્યાંથી ધોળકા ગઇ હતી. અને ધોળકાથી ચોટીલાની બસમાં બેસી ગઇ હતી. તે રડતી હોવાથી ૩ ની સીટમાં તેની બાજુમાં બેસેલી વૃદ્ધાએ તેની તકલીફ પૂછતાં તેને પોતાની વિતક કહી હતી. આથી વૃદ્ધાએ તેને પોતાની સાથે આવવા કહ્યું. દરમિયાન એ જ સીટ પર બેઠેલા રમણભાઇ નામના શખ્સે તેને કહ્યું, હું તને મજૂરી કામ અપાવીશ અને રહેવાની સુવિધા આપીશ. આથી તેણે રમણભાઇ સાથે જવા તૈયારી બતાવી હતી. રમણે તેની જૂનાગઢ સુધીની ટિકીટ લીધી હતી. અને જૂનાગઢથી રીક્ષામાં પ્લાસવા ગામે એક વાડીમાં લઇ ગયો હતો. જ્યાં તેની છેડછાડ શરૂ કરતાં મહિલાએ તેનો વિરોધ કરતાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા બાદમાં આખી રાત જાગતી બેસી રહી હતી. અને સવારે નિકળી ગામમાં પહોંચી હતી. અને ગામલોકોને પોતાની વિતક કહેતાં સરપંચ તેને તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા. જ્યાં તેણે રમણ સામે ફરીયાદ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. બનાવની તપાસ પીએસઆઇ બી. એમ. વાઘમશી ચલાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



