જુનાગઢ,તા.૧૩
દેશમાં ત્રણ લાખ લોકો સાથે ૯૦૦ કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી કરનાર અથર્વ ફોર યુ કંપનીના એમડી, ચેરમેન, ડિરેક્ટર સહિત ચાર આરોપીની ધરપકડ કરી જૂનાગઢ લાવવામાં આવ્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુકેશ બાબુલાલ નરસાજી સુંદેશા, સચિન હનુમંત મારૂતિ ગોસાવી, ગણેશ રામદાસ નારાયણ હઝારે અને શિવાજી શંકર આબા નિકાડેની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસ, ગુજરાત રાજ્યના મળી આશરે ત્રણ લાખથી પણ વધુ લોકો છેંતરવપડીનો ભોગ બન્યા છે. જેમાં જૂનાગઢના ચોરવાડના ૧૦૦૦થી વધુ લોકો ભોગ બન્યા હોય મુંબઇની આર્થર રોડ જેલ ખાતેથી આરોપીઓનો કબ્જો મેળવી
આ કામના આરોપીઓએ ચોરવાડ ખાતે અર્થવ ફોર યુ ઇન્ફ્રા એન્ડ એગ્રો લીમીટેડ નામની કંપની ખોલી લોકોને વિશ્વાસમાં લઇ પાકતી મુદતે નાણા ડબલ અથવા તો વધુ પ્રમાણમાં નફો મળશે તેવો વિશ્વાસ સંપાદન કરી ફરિયાદ હકિકત મુજબ રૂ.૧૬,૯૫,૦૦૦ની રકમ જમા લઇ મુદલ રકમ કે વ્યાજ નહીં આપી તમામ રકમ લઇ જઇ છેતરપીંડી કરી હતી. આ સિવાય અન્ય ભોગ બનનારની રકમ પણ અંદાજે કરોડો ઉપરની થનાર છે. આ રીતે કંપની ખોલી કંપનીના જવાબદારોએ કાવતરૂ કરી છેતરપીંડી કરી તમામે ગુનો આચર્યો હતો. ચોરવાડ ગામના મીનાક્ષીબેન ચનાભાઇ મારફત ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૨૦, ૩૪, ૧૧૪, ૧૨૦(બી) હેઠળ ગુનો નોંધાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


