LRD મુદ્દે આપઘાત : રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો

0
26

મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું ઝડપથી નિર્ણય લેવાશે
જુનાગઢ,તા.૧૮
લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થતા પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આપઘાતના પગલે રાજ્યભરમાં ભરતીનો વિરોધ કરી રહેલા રબારી સમાજના આગેવાનો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચીને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યાં હતાં. વિરોધના પગલે જૂનાગઢ પોરબંદરના સાંસદો અને રાજનેતાઓએ મધ્યસ્થી કરી હતી. જેથી રબારી સમાજના આગેવાનોએ કમિટીની રચના થવાની હૈયાધારણા મળ્યા બાદ મૃતદેહ સ્વીકારવા તૈયાર થયાં હતાં.
સહાયક વિદ્યુત નિરિક્ષણ કટેરી બહુમાલી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉંમર વર્ષ આશરે-૫૦)નો મૃતદેહ સવારે ૭.૩૦થી ૧૦.૩૦ વાગ્યા દરમિયાન ઓફિસમાંથી જ પંખે લટકતો જોવા મળ્યો હતો. મ્યાંજરભાઈ આપઘાત કરતા પહેલા ૪ ટેબલ પર સ્યુસાઇડ નોટ લખીને મૂકી હતા. મ્યાંજરભાઈએ સ્યુસાઇડ નોટમાં લખાવ્યું હતું કે, ‘મારી ઓફિસમાં સ્ટાફ અને કર્મચારીને હેરાન કરશો નહીં, માફ કરશો…રૂપાણી સરકારને સંતોષ થશે’. ઘટનાને પગલે મોટી સંખ્યામાં રબારી અને માલધારી સમાજ એકઠા થયા છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇક્નાર કર્યો હતો. બાદમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સુખદ સમાધાન કરાવ્યું હતું. હવે પછી ૨૬મીએ રબારી સમાજની સરકાર સાથે મિટીંગ થશે એમ જણાવવામાં આવતાં મૃતદેહ સ્વિકારવામાં આવ્યો હતો.
એલઆરડી ભરતીમાં અન્યાય મુદ્દે સરકારી કર્મચારીએ આપઘાત કરતાં રબારી સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઈક્નાર કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ રામધૂન બોલાવી હતી.વિરોધ પ્રદર્શનમાં ટેકો આપવા માટે રાજ્ય ભરના રબારી સમાજના આગેવાનો જૂનાગઢ પહોંચ્યા હતા.આખરે સમાધાન થયું હતું.
રબારી સમાજને અન્યાય થયાના મુદ્દે રબારી સમાજના ભૂવા આતા જેઠાઆતા ઉલવાએ ભાજપના પોરબંદર જિલ્લાના હોદ્દેદાર તરીકે રાજીનામું આપ્યું છે. તેઓ રાજ્યના ગોપાલક બોર્ડના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા હતા.
રબારી સમાજના વ્યક્તિએ કરેલી આત્મહત્યાના મુદ્દે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેશે. સરકાર સાથે આ મુદ્દે વાતચીત ચાલુ છે અને ઝડપથી આ મુદ્દે નિર્યણ લેવામાં આવશે તેમ વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રબારી સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મીટીંગમાં પોરબંદરના સાંસદ રમેશ ધડુક જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને રબારી સમાજના આગેવાનો સાથે મળી સરકાર સમક્ષ માગણી મુકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY