પર્યાવરણીય આડઅસરથી અનેક આંબાઓ વાંઝિયા બન્યા

0
7

જુનાગઢ,તા.૧
તાલાળા માર્કેટિંગ યાર્ડના છેલ્લા વર્ષોના કેરીના વેચાણના આંકડા તપાસીએ તો ૨૦૦૦-૦૧માં ૫૧૫૫૦ ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી. એક ક્વિન્ટલનો સરેરાશ ભાવ રૂ.૮૦૦/- આવ્યો હતો. જે મુજબ રૂ. ૪.૧૨ કરોડની કેરીના વેચાણની આવક ખેડૂતોને મળી હતી. આ આવક ૨૦૦૪-૦૫માં રૂ.૧૬.૯૦ કરોડ થઈ હતી. જ્યારે ૨૦૦૯-૧૦માં રૂ.૧૩.૧૪ કરોડની આવક થઈ હતી અને વર્ષ ૨૦૧૩-૧૪માં ૧,૧૮,૫૦૮ ક્વિન્ટલ, સરેરાસ રૂ.૨૫૦૦ના ભાવથી વેચાણ મુજબ રૂ.૨૯.૬૨ કરોડની આવક થઈ હતી.
ભૂગર્ભજળનું વધુ પડતું દોહન ભૂતળના જળસ્તર ઊંડા ઉતારી રહ્યું છે. શિયાળો પૂર્ણ થયો અને આમ્રકુંજમાં આમ્રમંજરીની સુવાસ રેલાવી હતી. ખેડૂતોને આશા બંધાણી હતી કે આ વરસે ભલે વરસાદ ઓછો થયો પણ ઈશ્ર્વર આપણી સાથે છે પણ કાલનું કોણે જાણ્યું કે શું થવાનું છે. તેમ આંબાની આમ્રમંજરી એટલે કે આવરણ પર સુકારા અને મધીયાનાં રોગે ભરડો લીધો અને આંબા આવરણ રહિત બની જતા કેસર કેરીનો ફાલ બેસવાની સંભાવના મરી પરવારી છે. આંબાવાડિયામાં અનેક આંબાઓ જાણે કે વાંઝિયા હોય તેમ દેખાય છે પરંતુ ખેડૂતોએ તેની યોગ્ય સારસંભાળ લેવી જોઈએ. જો તેમ કરવામાં આવે તો તેના કારણે આંબા પરનો મોર ડાળી પરથી ખરી જતો નથી અને વિકાસ પણ સારો થઈ શકે છે. કેસર કેરીના વેપારીઓનું માનીયે તો આ વર્ષ કેસર કેરીનો સ્વાદ ચાખવા માટે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધુ ભાવ ચૂકવવા પડી શકે છે. રૂ. ૨૫૦થી ૫૦૦માં મળતું કેરીનું બોક્સ આ વખતે રૂ. ૮૦૦થી ૧૦૦૦ ચૂકવવા પડી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY