સુરત,તા.૧
ખટોદરા વિસ્તારમાં ખજોદ ગામ કચરા પ્લાન્ટની બાજુમાં બનાવાયેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં છુપાવી રાખવામાં આવેલા દારૂને પોલીસ ઝડપી પાડ્યો હતો. અને દારૂ છુપાવનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, હેમંત ઉર્ફે ભીખો ઉર્ફે માલીયો ખટોદરા ખજોદ ગામની બાજુમાં આવેલા કચરા પ્લાન્ટની નજીક બનાવવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેથી પોલીસ ટીમ બનાવી રેડ કરી હતી. જેમાં ૬*૧૨ની ટાંકીમાં ૧૧૧૬ દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી. જેની કિંમત અંદાજે ૧.૫૪ લાખ થયા છે. પોલીસ દારૂ કબજે કરી આરોપી હેમંતને વોન્ટેડ જાહેર કર્યો છે. અને વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




