૩૦ લાખ બિન હિસાબી નાણું મળી આવતા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ

0
8

જુનાગઢ,તા.૨૩
લોકસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન ચૂંટણી પંચને ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કુલ મળીને લગભગ ૩૧ જેટલી ફરિયાદો મળી છે. જેમાં બેનર,પોસ્ટરો, બોગસ એજન્ટ,રોકડ રકમ સહિતની ફરિયાદો મળી છે. જૂનાગઢમાં ૧ વ્યક્તિ પાસેથી ૩૦ લાખ બિન હિસાબી નાણું મળી આવતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
ચૂંટણી પંચે તમામ સ્થાનિક ચૂંટણી અધિકારીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. ચૂંટણી પંચમાં ગાંધીનગરમાંથી એકપણ ફરિયાદ નોંધાઈ ન હતી. અમદાવાદમાંથી ૯, સુરતમાંથી ૧, જૂનાગઢમાંથી ૩, પંચમહાલમાંથી ૧, પોરબંદરમાંથી ૧, ગીર સોમનાથમાંથી ૧, વલસાડમાંથી ૧, વડોદરામાંથી ૧, ભાવનગરમાંથી ૩, અમરેલીમાંથી ૨, છોટા ઉદેપુરમાંથી ૧, રાજકોટમાંથી ૧, દાહોદમાંથી ૧, જામનગરમાંથી ૧ ફરિયાદ નોંધાઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં ડાંગ જિલ્લાના દેવડા ગામમાં પાકારોડને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરતા કલેક્ટરએ તપાસના આદેશ આપ્યા હતા. અમદાવાદમાં ૧૦૦ મીટરની અંદર મોટી સંખ્યામાં પાર્ટીઓના પોસ્ટરો પણ દેખાયા હતા. જેને અનુલક્ષીને જીપીસીસીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY