અમરનાથ યાત્રા બે દિવસ બંધ રહ્યા બાદ ફરીથી શરૂ

0
58

જમ્મુ,તા. ૭
વાર્ષિક અમરનાથ યાત્રા બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી શરૂ કરવામાં આવી હતી. ૨૨૦૩ શ્રદ્ધાળુઓનો નવો કાફલો ૫૧ વાહનોમાં આજે વહેલી પરોઢે રવાનો કરવામા ંઆવ્યો હતો. જા કે બાલટાલ માટે નોંધણી કરાવી ચુકેલા શ્રદ્ધાળુઓને હજુ સુધી મંજુરી આપવામાં આવી નથી. આજે પહેલગામ બેઝ કેમ્પ માટે ૨૨૦૩ શ્રદ્ધાળુઓને રવાના કરાયા હતા. ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે આ વખતે અમરનાથ યાત્રામાં ગયેલા શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બે બેઝ કેમ્પ સહિત જુદા જુદા માર્ગો અને સ્થળ પર ૩૦ હજારથી વધારે શ્રદ્ધાળુઓ હાલમાં અટવાઇ પડ્યા છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૭૩ હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શક્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૭૩૦૨૩ નોંધાઇ છે.જમ્મુ કાશ્મીરમા ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા ઉપર પ્રતિકુળ અસર થઇ છે. અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બનેલી છે. હાલમાં પહેલગામ અને બાલતાલમાં યાત્રાને રોકી દેવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં અધિકારીઓએ ખરાબ હવામાન હોવાના લીધે યાત્રાને રોકી દીધી હતી. પોલીસે કહ્યું છે કે, બાલતાલ અને પહેલગામ બંને બેઝકેમ્પ ખાતે યાત્રા રોકી દેવામાં આવી હતી. જા કે હવે પહેલગામ માટે શ્રદ્ધાળુઓને રવાના કરાયા છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે બાલતાલ કેમ્પથી ૧૪ કિલોમીટરના અંતરને પાર કરવાની બાબત હમેશા પડકારરુપ રહે છે. ખરાબ હવામાનના લીધે અમરનાથ યાત્રીઓ હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને માર્ગો ઉપર રસ્તા ખરાબ થઇ ગયા છે. ૨૮મી જૂનના દિવસે અમરનાથ યાત્રાની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સતત વરસાદ થવાના કારણે યાત્રામાં વારંવારઅડચણો આવી રહી છે. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનના લીધે પહેલા દિવસે માત્ર ૧૦૦૭ શ્રદ્ધાળુ પવિત્ર ગુફામાં બનનાર શિવલિંગના દર્શન કરી શક્યા હતા. બે મહિના સુધી ચાલનાર આ યાત્રામાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. ૨૬મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પૂર્ણ થનાર છે. આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા જવાનોને પણ શ્રદ્ધાળુઓની સાથે રાખવામાં આવ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં ભેખડ પડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અમરનાથ યાત્રાના બાલટાલવાળા રસ્તા પર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. બાલટાલ રૂટ પર રેલપત્રી અને બ્રારી માર્ગ વચ્ચે ભેખડો ધસી પડવાની ઘટના બની છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૧ના મોત થયા છે. સોમવાર અને મંગળવારના દિવસે જુદા જુદા કારણોસર ત્રણ લોકોના મોત થયા હતા. વાર્ષિક અમરનાથ યાત્રા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. ગુજરાતની એક મહિલાનુ પણ અમરનાથ યાત્રામાં મોત થયુ છે. મોટી સંખ્યામાં ગુજરાતી લોકો પણ અન્ય શ્રદ્ધાળુઓ સાથે અમરનાથમાં અટવાયા છે. અમરનાથ યાત્રીઓ અનેક પ્રકારની પરેશાની ઉઠાવી રહ્યા હોવા છતાં ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. તેઓ કુદરતી રીતે બનતા શિવલિંગના દર્શન કરવા ઉત્સુક છે. ભગવતીનગર બેઝ કેમ્પથી ૫૧ વાહનોનો કાફલો આજે રવાના થયો હતો. ૩૮૮૦ મીટરની ઉંચાઈ ઉપર Âસ્થત અમરનાથ ગુફા માટે પહેલગામ બેઝ કેમ્પ માટે આજે શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં Âસ્થત બેઝ કેમ્પ ખાતે આ શ્રદ્ધાળુઓ મોડેથી પહોંચી ગયા હતા. ગુરૂવારના દિવસે આ યાત્રા બંધ કરવામાં આવી હતી.
(સંપર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY