અમદાવાદ,તા.૨૮
રાજ્ય સરકારના રમત,ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હેઠળની પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે ગુજરાતના બાળકો, યુવક-યુવતીઓ માટે સાહસિક, આત્મવિશ્વાસના ગુણ ખીલે, શારીરિક-માનસિક રીતે સ્વસ્થ બને, પર્વતોથી પ્રત્યેક રીતે માહિતગાર થાય, પ્રકૃત્તિ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી માહે સપ્ટેમ્બર-૨૦૧૮ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી એડવેન્ચર કોર્સ (૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ૭ દિવસ) તથા બેઝિક કોર્સ (૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસ) નું આયોજન કરાશે એમ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર-જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ કોર્ષનો સમયગાળો તથા ફોર્મ વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ બંને શિબિરના ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી કોર્સના એક મહિના અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, રાધાનગર સોસાયટી, ગિરનાર દરવાજા, જૂનાગઢ ખાતે ૦૨૮૫-૨૬૨૭૨૨૮ રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવાના રહેશે, તેમ વધુમાં જણાવાયુ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


