કડી,તા.૭
અમદાવાદથી બનાસકાંઠાના થરામાં બેસણામાં જઈ રહેલા લોકોને અમદાવાદ મહેસાણા સ્ટેટ હાઈવે પર અકસ્માત નડયો હતો. સવારે ૭ વાગ્યે ઈકો ગાડીનો ઈસુઝુ ડી -મેક્સ પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા પહેલા મહેસાણા બાદમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
સવારે નંદાસણમાં ઓવરબ્રીજ ઉતરતા આગળ આવેલી ગાર્ડન સફારી હોટલ પાસે ઈકો ગાડી જીજે ૦૧એટી ૩૮૫૨ અને ઈસુઝુ પીકઅપ જીજે ૦૨ ઝેડઝેડ ૩૫૩૮ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મહેસાણા તરફ ટ્રાફિક જામ થયો હતો. ઘટનાસ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને જેમાં નરેશભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ. ૪૨) રહીશ ઓઢવ રબારી કોલોનીને નંદાસણ હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોતન નિપજ્યું હતું.
વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોનો કૂરચેકૂરચા નીકળી ગયા હતા. ઈકા કારમાં સવાર અન્ય ૧૩ લોકોને ઈજાઓ પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલ સારાવારાર્થે લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ૧૩ લોકોને ઈજા પહોંચતા હોલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


