કાલોલમાં સરકારી ગોડાઉનમાંથી અનાજની ૧૬ હજાર જેટલી બોરીઓ ગાયબ

0
12

વાડ જ ચીભડાં ગળે ત્યારે…..,તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
કાલોલ,તા.૨૮
રાજ્યમાં પહેલા મગફળી કાંડ અને હવે સૌરાષ્ટ્રમાં ગાજેલા તુવેર કાંડના હજી તો પડઘા પણ શાંત નથી પડ્યા ત્યાં તો કાલોલમાં સરકારી ગોડાઉનમાંથી સરકારી અનાજની થોડી ઘણી નહીં પણ ૧૬,૦૦૦ જેટલી બોરીઓ ગાયબ થઈ જવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
પંચમહાલના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજની ૧૬૦૦૦ ઉપરાંત બોરી ગાયબ થવાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે કાલોલ પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગોધરા દ્વારા નોંધવાઈ પોલીસ ફરિયાદ આ બાબતેની ફરિયાદ નોંધાવી છે.
રૂ. ૨ કરોડ ૭૩ લાખ ૩૦ હજારની કિંમતની ઘઉંની ૧૪૮૫૩ બોરી અને રૂ.૭૦૨૮૦૦૦ની કિંમતની ચોખાની ૨૬૯૯ બોરી, તેમજ ૭૨૦૦૦ની કિંમતની ૧૮ બોરી ખાંડ બારોબાર સગેવગે કરવા અંગેની નોંધાઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કાલોલ ગોડાઉન મેનેજર તેમજ લેબર કોન્ટ્રાકટર સુનિલ બેલદાર અને તેના ભાઈ મહેન્દ્ર બેલદાર સહિતના કુલ ૯ વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ છે. પોલીસે સમગ્ર મામલે છેતરપીંડી તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ ૩ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY