આફ્રિકી દેશ યુગાન્ડામાં સોશ્યલ મિડિયાના ઉપયોગ પર ટેક્સ લગાવાયો..!!

0
8

કમ્પાલા,તા.૨
આફ્રિકી દેશ યુગાન્ડામાં સોશ્યલ મીડિયાના ઉપયોગ ઉપર ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે જેના પગલે લાખો લોકોએ ઈન્ટરનેટનો ઉપયોગ જ બંધ કરી દીધો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે લોકોના બોલવાના અધિકાર ઉપર પ્રહાર કરી રહી છે. દુનિયાના કોઈ પણ દેશમાં આવું પહેલી વખત બન્યું છે. યુગાન્ડા સરકારે ફેસબુક સહિત ૬૦ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ ઉપર પ્રતિદિવસ ૧૦૦ સેન્ટ એટલે કે ૬૬ રૂપિયાનો ટેક્સ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ ગોસિપ ઉપર રોક લગાવવાની વાત કરતાં ટેક્સનો પ્રસ્તાવ પાછલા વર્ષે જુલાઈમાં રજૂ કર્યો હતો. આ ટેક્સના દાયરામાં ફેસબુક, વોટસએપ અને ટવીટર સહિત ૬૦ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સમાવિષ્ટ હતા. આ પછી અંદાજે ૨૫ લાખ લોકોએ ઈન્ટરનેટનો ઉપયોગ જ બંધ કરી દીધો છે.
હજુ પણ દેશના ૧૨ લાખ લોકો એવા છે જે ટેક્સ ચૂકવીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારની આ કાર્યવાહીને પગલે દેશમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે જેના પગલે દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ માઠી અસર પડી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY