કેમેરા સામે સ્વાભાવિક રહો તો અભિનય ઉત્તમ થાયઃ નવાઝુદ્દીન

0
8

મુંબઈ,તા.૨
મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે કેમેરા ચાલુ થાય ત્યારે જે કલાકાર સ્વાભાવિક રીતે રજૂ થાય એનો અભિનય ઉત્તમ બની રહે છે. જરા પણ સભાન થયા કે કૃત્રિમતા પ્રગટે છે. અભિનય સહજ હોવો ઘટે છે.
ગયા વરસે મન્ટો, સેક્રેડ ગેમ્સ અને ઠાકરેમાં ત્રણ એકબીજાથી તદ્દન અલગ પ્રકારના પાત્રો રજૂ કરીને સૌની પ્રશંસા મેળવી ગયેલા આ અભિનેતાએ કહ્યું કે કેમેરા ચાલુ થાય ત્યારે સભાન થઇ જાય એ કલાકારનો અભિનય તમને કૃત્રિમ લાગવા માંડશે. કેમેરા સામે સ્વાભાવિક રીતે પોતાના પાત્રને રજૂ કરી શકે એ અભિનેતાનો અભિનય તમને સ્વાભાવિક લાગે. સભાન થયો એ ગયો કામથી.
હાલ નવાઝુદ્દીન દંગલ ફેમ સાન્યા મલ્હોત્રા સાથે રિતેશ બાત્રાની ફિલ્મ ફોટોગ્રાફ કરી રહ્યો છે જેમાં એ સડકો પર ફોટોગ્રાફી કરતા એક યુવાનનો રોલ કરી રહ્યો છે. એની દાદીનો પરણી જવાનો આગ્રહ એને પજવી રહ્યો છે. એ સાન્યાને વીનવે છે કે મારી મંગેતર હોવાનો ડોળ કરીને મને દાદીને સમજાવવામાં મદદ કર.
એમ કરવા જતાં સાન્યા ખરેખર આ યુવાન તરફ આકર્ષાય છે અને સ્ટોરી નવો ટર્ન મારે છે એવી વાત ફોટોગ્રાફ ફિલ્મમાં છે. તાજેતરમાં આ ફિલ્મ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થઇ હતી. ત્યારબાદ સનડાન્સ ફિલ્મ્સ ફેેસ્ટિવલમાં પણ આ ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મ વિશે બોલતાં નવાઝે કહ્યું કે આ ફિલ્મ પરંપરાગત લવસ્ટોરી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY