તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કસરતથી લાઈફમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે બિનસક્રિય પુખ્તવયના લોકોની સરખામણીમાં સક્રિય રહેલા લોકો પાંચ વર્ષ વધારે આયુષ્ય ધરાવે છે. તેની લાઇફમાં પાંચ વર્ષનો વધારો કસરતથી થઈ જાય છે. એક સપ્તાહમાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ સુધી કસરત કરનાર લોકો વધારે લાંબા સમય સુધી જીવે છે. કેનેડાના ઓનટારીયોમાં ક્વીન યુનિવર્સિટીના તબીબ અને સંશોધક જેનસેનનું કહેવું છે કે કસરતથી ઘણા લાભ થાય છે. આનાથી ફિટનેશને જાળવી રાખવામાં મદદ મળે છે. સાથે સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે. કસરત નહીં કરનાર લોકોને સાવધાની રાખવા અને ઓછા પ્રમાણમાં પણ કસરત કરવાની પણ સલાહ આમા આપવામાં આવી છે. આ ટીમે અભ્યાસ કરતી વેળા નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન એક્ઝામીનેશન સર્વેના આંકડા ધ્યાનમાં લીધા હતા. આ ઉપરાંત નેશનલ હેલ્થ ઇન્ટરવ્યૂ સ્ટડીના આંકડા પણ લીધા હતા. જેમાં એક્ટીવ રહેતા અને એક્ટીવ નહીં રહેતા લોકોના મત લેવામાં આવ્યા હતા. એક્ટીવ અંગેની પરિભાષામાં જણાવવામાં આવ્યું છે કે એક સપ્તાહમાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટની કસરત થવી જાઈએ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૨૦ વર્ષની વયમાં પુરુષ મધ્યમ કસરતથી આયુષ્યમાં ૨.૪ વર્ષનો વધારો કરે છે. જ્યારે ૨૦ વર્ષની વયમાં મહિલાઓ ઓછી કસરત કરીને આયુષ્યમાં ત્રણ વર્ષનો વધારો કરે છે. પરંતુ ૧૫૦ મિનિટ સુધી કસરત કરનાર લોકો તેની લાઈફમાં પાંચ વર્ષનો વધારો કરી લે છે. સંશોધકોએ દાવો કર્યો છે કે અભ્યાસના હકારાત્મક સંદેશાઓ કસરતના મહત્વને સમજાવવામાં પણ મદદરૂપ થશે. કસરતથી ફિટનેસને પણ જાળવી શકાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



