લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની ચાલ રમવાની શરૂઆત કરી ચુક્યા છે. હરિફ પક્ષોને પછડાટ આપવાની રણનિતી તૈયાર કરવામાં તમામ પક્ષો લાગી ગયા છે. રાજકીય બાજીગર હવે એક એક કરીને મંચ સંભાળી રહ્યા છે.
તેલંગણા રાષ્ટ્રીય સમિતીના પ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાન ચન્દ્રશેખર રાવે વિધાનસભા ભંગ કરીને દેશના તમામ રાજકીય પક્ષો અને સામાન્ય લોકોને ચોંકાવી ચુક્યા છે. રાજનીતિમાં સારી પક્કડ ધરાવનાર લોકો પણ આ નિર્ણયથી સ્તબ્ધ બની ગયા છે. રાવે એ વખતે તમામને વધારે ચોંકાવી દીધા હતા જ્યારે પાર્ટીના પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી હતી. રાવે ૧૦૫ ઉમેદવારોની યાદી તો પહેલાથી જ જાહેર કરી દીધી છે. વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીની સાથે જ આ રાજ્યમાં ચૂંટણી માટેની ગણતરી કરી રહેલા લોકો પણ ચોંકી ઉઠ્યા છે. જા કે દક્ષિણી રાજ્યમાં આ રાજકીય ઘટનાક્રમની એટલી અસર અખબારોમાં જાવા મળી નથી. જા કે એક બાબત તો સ્પષ્ટ થઇ ગઇ છે કે લોકસભાની ચૂંટણીની બિસાત પર હવે મોહરા સક્રિય થઇ ગયા છે. કોણ કઇ રીતે ચાલ રમશે અને કોણ કોને કઇ ચાલ મારફતે પરાજિત કરશે તે બાબત હજુ નક્કી નથી. સામાન્ય રીતે તો કેસીઆર રાજનીતિના ઓછા જાદુગર નથી.
તેમને અલગ તેલંગણા રાજયની માંગને લઇને કોંગ્રેસને વચન આપ્યુ હતુ કે તેઓ ટીઆરએસને કોંગ્રેસમાં મર્જ કરી દેશે. પરંતુ ત્યારબાદ કોંગ્રેસને આપેલુ વચન ભુલી ગયા છે. ચૂંટણી જીતીને સત્તામાં આવી ગયા હતા. ચાર વર્ષ ત્રણ મહિના ચાર દિવસ પહેલા ૧૧૯ સીટોમાંથી ૬૩ સીટો જીતીને જારદાર સપાટો બોલાવનાર રાવ હવે નવી રણનીતિ મુજબ આગળ વધવા માટે તૈયાર છે. ટીઆરએસના હવે પક્ષ પલટો કરીને આવનારને ગણીને સંખ્યા ૯૦ ઉપર પહોંચી ગઇ છે. નક્કી અવધિના આશરે નવ મહિના પહેલા વિધાનસભાને ભંગ કરીને કેસીઆરને કોંગ્રેસને જ નહી બલ્કે ભાજપને પણ પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ભલે તેમની પાર્ટી મોદી સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ વેળા ભાજપની સાથે રહી હતી. કેસીઆરની રણનિતી બિલકુલ સ્પષ્ટ છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે રહેવાની સ્થતીમાં તેઓ ભાજપની સાથે નજીક રહી શકે છે. કેન્દ્રિય રણનિતીના મુદ્દા પર હોબાળો કરવા અને સ્થાનિક મુદ્દાથી દુર રહેવાની સ્થતીમાં તેમની પાર્ટીને ચોક્કસપણે નુકસાન થઇ શકે છે. જા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ, મિઝોરમની સાથે તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી થશે તો બંને પક્ષોથી અતર રાખીને કેસીઆર લાભ ઉઠાવી શકે છે. તેઓ લઘુમતિ મત પોતાની તરફેણમાં લાવી શકે છે., આજે તેલંગણામાં કોંગ્રેસ પાર્ટીની હાલત તો ખુબ ખરાબ છે. ભાજપ પણ જા અલગ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસને વધારે નુકસાન થશે.
સ્થાનિક મુદ્દા પર સીધો લાભ ટીઆરએસને ચોક્કસપણે મળશે. આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં ટીઆરએસ વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરશે તો પણ તેને નુકસાન થશે. બીજી બાજુ ભાજપની એક ગણતરી એવી હોઇ શકે છે કે હિન્દી ભાષી રાજ્યોમાં થનાર નુકસાનની ભરપાઇ ટીઆરએસ સારી રીતે કરી શકે છે. અનામત અને દલિત મામલાને લઇને ભાજપની સ્થતી પણ નબળી બની રહી છે. જેથી એનડીએની ખાસ ગણતરી હોઇ શકે છે. આગામી ચાલ હવે કોણ રમશે તે બાબત પણ ઉપયોગી સાબિત થઉ શકે છે. રાવ રાજકીય રીતે કુશળ અનુભવી રાજનેતા છે. તેમની પક્કડ રાજ્યમાં જારદાર રીતે રહેલી છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચન્દ્રશેખર રાવની પ્રશંસા કરી ને તમામને ચોંકાવી દીધા હતા. તેલંગણામાં રાવની સ્થતી ખુબ મજબુત છે તે તમામ પાર્ટી સારી રીતે જાણે છે. કોંગ્રેસ અને ભાજપ પાસે તેમની સામે ટક્કર લઇ શકે તેવા કોઇ નેતા જ નથી. રાવ ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોની સાથે જશે તે બાબત પણ લોકસભાની ચૂંટણીની દ્રષ્ટિએ ઉપયોગી રહેશે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ હવે રાવની સામે પોતાની કઇ ચાલ ચાલે છે તે બાબત પર રાજકીય પંડિતોની ચાંપતી નજર રહેશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





