નુકસાનમાં ચાલી રહેલી રાષ્ટ્રીય વિમાન કંપની એર ઇન્ડયાના ખાનગીકરણના પ્રયાસમાં સરકારને નિષ્ફળતા સાપડી છે. ૩૧મી મેના દિવસે બોલી લગાવવા માટેનો અંતિમ દિવસ હતો પરંતુ એર ઇન્ડયાને લઇને કોઇએ રસ દર્શાવ્યો ન હતો. એર ઇન્ડયામાં હિસ્સેદારી ખરીદવા માટે કોઇ તૈયાર ન થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. એર ઇન્ડયાના ખાનગીકરણના પ્રયાસને મોટો ફટકો પડ્યો છે.
એર ઇન્ડયામાં હિસ્સેદારી વેચવા માટે સરકારે તૈયારી દર્શાવી હતી. શરૂઆતમાં કેટલીક કંપનીઓએ તેમાં હિસ્સો ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી. જા કે સરકાર દ્વારા રાખવામાં આવેલા કઠોર ધારાધોરણના કારણે કંપનીઓએ છેલ્લી ઘડીમાં હાથ પાછા ખેંચી લીધા હતા. એર ઇન્ડયાના ખાનગીકરણના પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ આનો અર્થ એ થયો કે હવે કરદાતા પર કરોડો રૂપિયાના નુકસાનમાં ચાલી રહેલા એર ઇન્ડયાના કારણે પણ વધુ બોજ પડનાર છે. માનવામાં આવે છે કે આ નિષ્ફળતાની પાછળ હરાજી માટેની કઠોર શરતનો સમાવેશ થાય છે. રોકાણકારોને હરાજીની શરતો પસંદ પડી રહી નથી. જેમાં મેનેજમેન્ટ સાથે સંબંધિત શરતો પણ સામેલ છે. મેનેજમેન્ટ સાથે સંબંધિત અડચણો પણ આના માટે જવાબદાર છે. જેમ કે ૨૪ ટકા સરકારી ભાગીદારી, ૨૭૦૦૦ કર્મચારીઓની સુરક્ષાના વચન, કંપની પર હાલમાં રહેલા ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના દેવા પૈકી ૩૩૩૯૨ કરોડ રૂપિયાના દેવા ભારનો સમાવેશ થાય છે.
નાગરિક ઉડ્ડયન સચિવ આરએન ચૌબે કહી ચુક્યા છે કે સરકાર હવે નવેસરથી કંપનીના ભાવિ પર વિચારણા કરશે. સંભવિ રીતે આવકની ઓછી શક્યતા, અપેક્ષા કરતા વધારે જવાબદારી, વેચાણ બાદ પણ સરકાર દ્વારા શેરધારક રહેવાની બાબત, કાયદાકીય રીતે તમામ લાભ મેળવી લેવા જેવી બાબતોના કારણે રોકાણકારો એર ઇન્ડયામાં હિસ્સેદારી ખરીદવા માટે આગળ આવ્યા નથી. વર્તમાન સ્તતીમાં જા સરકાર ખરેખર એર ઇન્ડયામાં હિસ્સેદારી વેચવા માટે ઇચ્છુક છે તો ડિસઇન્વેસ્ટમેન્ટની શરતોને સુધારીને ફરીથી ટેન્ડર આમંત્રિત કરવામાં આવી શકે છે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ વર્ષે ૨૪ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના જાહેર કરી હતી. જેમાં એર ઇન્ડયા પણ સામેલ છે. હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસ પણ સામેલ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાને ગંભીરતાપૂર્વક હાથ ધરવા અને લક્ષ્યની સમીક્ષા કરવાની હવે જરૂરિયાત દેખાઇ રહી છે. પવનહંસ લિમિટેડમાં પણ સરકારને ૫૧ ટકા હિસ્સેદારી વેચવા માટે કોઇ યોગ્ય ખરીદાર મળ્યા નથી. એર ઇન્ડયાને લઇને રોકાણકારોની ઉદાસીનતા, નાણાંકીય વર્ષમાં ઓછો સમય રહેવા અને તેમજ નજીકના ભવિષ્યમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે.
આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા એરઇન્ડયાએ હવે સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરી છે. ઓછો સમય રહેવા અને તેમજ નજીકના ભવિષ્યમાં ચૂંટણીને ધ્યાનમાં લઇને રોકાણકારો સાવધાની રાખી રહ્યા છે. આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા એરઇન્ડયાએ હવે સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરી છે. યુપીએ સરકારે ૨૦૧૨માં એર ઇન્ડયા માટે ૩૦૨૩૧ કરોડ રૂપિયાના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી હતી. કંપનીને હજુ સુધી ૨૬૦૦૦ કરોડ રૂપિયા મળી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડયાને દર વર્ષે સરેરાશ ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાની રકમ મળે છે. ૨૦૧૮-૧૯માં આ રકમને ઘટાડીને ૬૫૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કારણ કે તેના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડયાને જંગી નાણા મળી રહ્યા હતા. જા કે, આ યોજના હવે સંપૂર્ણપણે ફ્લોપ રહી છે.
એરલાઈનની ૭૬ ટકા હિસ્સેદારી વેચવા માટેની તૈયારી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હોવા છતાં એર ઇન્ડયાને ખરીદવા માટે કોઇ કંપની તૈયાર થઇ ન હતી. આર્થિક તકલીફના પરિણામ સ્વરુપે એર ઇન્ડયાના કર્મીઓના પગાર પણ અટવાઈ પડ્યા છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી કંપની જુદી જુદી બેંકો પાસેથી ૬૨૫૦ કરોડ રૂપિયા લઇ ચુકી છે. એર ઇÂન્ડયાએ અનેક સંસ્થાઓમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના વ‹કગ કેપિટલ લોન માટે પણ રજૂઆત કરી છે.એર ઇન્ડયાના ૭૬ ટકા હિસ્સાને વેચવાના સરકારના નિર્ણય બાદથી કેટલીક કંપનીઓએ આમા રસ દર્શાવ્યો હતો પરંતુ સરકાર દ્વારા અતિ કઠોર ધારાધોરણોને અમલી કરવામાં આવ્યા બાદ કંપનીઓ પીછેહઠ કરી ગઈ હતી. કેટલીક વિદેશી એરલાઈનો દ્વારા પણ રસ દર્શાવવામાં આવ્યો હતો. જા કે, આ તમામ કંપનીઓ છેલ્લીઘડીએ પીછેહઠ કરી ગઈ હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




