રાજપીપળા નગરપાલિકા દ્વારા યુવાનોના સારા ભવિષ્ય માટે રાત દિવસ પુસ્તકાલય માં વ્યવસ્થા ગોઠવાતા સારા પરિણામની આશા
ડિસેમ્બર માસ માં લેવાનારી તલાટી,ક્લાર્ક,પોલીસ,સમાજ કલ્યાણ,હાઇકોર્ટ ક્લાર્ક સહિતના ખાતાઓ પરીાઓ ની નગરપાલિકા પુસ્તકાલય માં તૈયારી કરતા યુવાનો અને યુવતીઓ
રાજપીપળા : સમગ્ર રાજ્ય માં આગામી ડિસેમ્બર મહિનામાં લેવાનારી તલાટી પોલીસ સહિતની પરીક્ષાઓ ની તૈયારીઓ દરેક જિલ્લા ના યુવાનો કરી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા ખાતે પણ હજારો બેકાર યુવાનો આ માટે ની તૈયારી માં પોરવાયેલા છે પરંતુ એ પૈકી મોટા ભાગના યુવાનો ના ઘરે શાંત વાતાવરણ માં વાંચન કરી એકાગ્રતા બાબતે કોઈ ખાસ વ્યવસ્થા નથી ત્યારે રાજપીપળા નગરપાલિકા ના અધિકારીઓ પાસે આ વાત આવતા યુવાનોની રજુઆત બાદ નગરપાલિકા પુસ્તકાલય ને એના નિયત સમય કરતા વધુ સમય ખુલ્લું રહે અને રાત દિવસ આ યુવાનો શાંત વાતાવરણ માં વાંચન કરી પોતાનું ભવિષ્ય બનાવે એ માટે મંજૂરી આપતા હાલ છેલ્લા બે મહિના થી દરબાર રોડ સ્તિથ પાલિકા પુસ્તકાલય માં ખુબ મોટી સંખ્યા માં યુવાનો વાંચવા આવી રહ્યા છે આ યુવાનો ને લાઈટ , પંખા અને પાણી સહીત ની અન્ય જરૂરિયાત નું પણ પાલિકા ના અધિકારીઓ અને પુસ્તકાલય ના કર્મચારીઓ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આવનારું પરિણામ યુવાનોના સારા ભવિષ્ય ની તરફેણ માં આવશે એમ પુસ્તકાલય માં વાંચન કરી રહેલા યુવાનોનું માનવું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





